________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
મગધવિજય વીરદેવનું નામ સાંભળી માગધ-સૈનિકો સ્તબ્ધ બની ગયા અને તેઓએ શરણાગતિ સ્વીકારી લીધી. વીરદેવે આજ્ઞા કરી:
‘દ્વાર ખોલી નાંખો.” કડાકા બોલાવતાં દ્વાર ખૂલી ગયાં, વિરદેવે જોયું તો સામે જ સેંકડો મશાલો સળગી રહી હતી અને સોમપ્રભ દશ હજાર સુભટો સાથે સેંકડો નાવડીઓમાં જલખાઈ વટાવતા આવી રહ્યા હતા. કિલ્લા ઉપરથી તીરોની વૃષ્ટિ થઈ રહી હતી. સેનાપતિ સુગુપ્ત પૂર્વ તરફથી પશ્ચિમમાં આવી રહ્યો હતો. વીરદેવના મનમાં એક વિચાર દોડી ગયો. તેણે શંબલના કાનમાં એક વાત કરી. શંબલ પચાસ સુભટને લઈ કિલ્લા પર ચઢી ગયો. હાથમાં મશાલ લઈને ઊભેલ સેંકડો સુભટોને ઘાસની જેમ કાપવા માંડ્યા. કિલ્લા ઉપર અંધારું થઈ ગયું. સૈનિકોની દૃષ્ટિમાં નાવો દેખાતી બંધ થઈ ગઈ. સોમપ્રભે ઝડપથી પ્રવેશ કરી દીધો.
વીરદેવ, શંબલ અને અંજલિ સાથે ત્યાંથી અદૃશ્ય થઈ ગયો. પૂર્વ દિશામાં ખૂનખાર જંગ ચાલી રહ્યો હતો. ચતુર્થ પ્રહરને પ્રારંભે દશરથે હુમલો કરી દીધો હતો. સમ્રાટ યશોધરે હસ્તીસેના મેદાનમાં ઉતારી દીધી હતી. તેની સામે મહારાજા શુભમતિ હસ્તીસેના સાથે ઝઝૂમી રહ્યા હતા. હાથીઓના ગગનભેદી હષારવથી આકાશમંડળ ધ્રૂજી રહ્યું હતું. બીજી બાજુ મહામાત્ય મણિરત્ન પર વિકરાળ સિંહ જેવા દશરથ તૂટી પડ્યા હતા.
વીરદેવ એક ઊંચી ટેકરી પર ચઢી યુદ્ધનો રંગ નિહાળી રહ્યો હતો. સાથે સાથે યૂહરચના વિચારી રહ્યો હતો. ત્યાં તેની દૃષ્ટિ સમ્રાટ યશોધર અને મહારાજા શુભમતિ પર પડી. સમ્રાટ યશોધરે શુભમતિને ઘેરી લીધા હતા. શુભમતિ પ્રાણને હોડમાં મૂકી સમ્રાટને હંફાવી રહ્યા હતા. બંને હાથી પર રહ્યા રહ્યા યુદ્ધ કરી રહ્યા હતા.
વીરદેવની વામ-ચક્ષુ સ્કુરાયમાન થવા લાગી. શંબલ અને અંજલિને ત્યાં જ રાખી વિરદેવ એક હાથમાં તલવાર અને બીજા હાથમાં ભાલો લઈ દોડ્યો.. એક શત્રુ અશ્વારોહીને યમલોકમાં પહોંચાડી તેના અશ્વ પર ચઢી તે આગળ ધસ્યો. તેણે અશ્વને હસ્તીસેનામાં ઘુસાડ્યો. અને બે હાથે હાથીઓની પ્રચંડ સુંઢને કાપતો તે મહારાજા શુભમતિની નિકટ પહોંચી ગયો.
પરંતુ તે થોડો મોડો પડી ગયો. યશોધરે એક તીણ ભાલાનો ઘા શુભમતિ પર કર્યો અને શુભમતિ હાથી ઉપર જ ઢળી પડ્યા. વીરદેવ યશોધરની આ ધૃષ્ટતા પર અતિ રોપાયમાન બની ગયો. શુભમતિનો મહાવત માલિકને લઈ ત્યાંથી નીકળી ગયો.
For Private And Personal Use Only