________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેન રામાયણ
૪૩ વીરદેવે પોતાના અશ્વને સમ્રાટના હાથીની ચારેકોર ઘુમાવવા માંડ્યો. શત્રુ સૈનિકો વીરદેવને ઘેરી લેવા લાખ પ્રયત્ન કરવા લાગ્યા. પરંતુ વીરદેવની. તલવારનો એક ઘા તેમના માટે બસ થઈ જતો હતો. વીરદેવે સમ્રાટના હાથીની સૂંઢ કાપી નાખી હાથીને ઘાયલ કરી દીધો. હાથી ભાગવા લાગ્યો. વીરદેવે ભાગતા હાથીની પીઠમાં ભાલો ભોંકી દઈ સમ્રાટને નીચે ઊતરવા ફરજ પાડી. સમ્રાટ હાથી પરથી ઊતરી અશ્વારોહી બન્યા. વીરદેવે ગર્જના કરી
મને ખ્યાલ હતો કે યુવરાજને લેવા સમ્રાટ આવશે. પરંતુ આજે વીરદેવને સમ્રાટને લેવા આવવું પડ્યું છે!”
“ઓહો, તું જ દુષ્ટ વીરદેવ છે!” 'દુષ્ટ વિરદેવ નહીં, પરંતુ યમરાજ વીરદેવ!' “તો લે...' સમ્રાટે ભાલાનો ઘા વીરદેવ પર કર્યો. વિરદેવે ઘા ચુકાવી વળતો ઘા કરી સમ્રાટના અશ્વને ધરાશાયી કરી દીધો. સમ્રાટ ભૂમિ પર યુદ્ધ કરવા લાગ્યા. વીરદેવે પણ અશ્વ છોડી દીધો અને સમ્રાટ સાથે યુદ્ધ કરવા માંડ્યું.
અચાનક અયોધ્યાના સુભટોએ આનંદનો મહાધ્વનિ કર્યો. મહારાજા દશરથે મગધ-મહામાત્ય મણિરત્નને સખત ઘાયલ કરી, જીવતો પકડી, પોતાની શિબિરમાં મોકલી દીધો હતો.
દશરથ હવે સમ્રાટ તરફ વળ્યા. અયોધ્યાના સૈન્ય પુનઃ જોશપૂર્વક ધસારો કર્યો અને મગધ-સૈનિકોને ત્રાસ પોકારાવી દીધો, જો કે અયોધ્યાનું સૈન્ય પણ ઘણું ખુવાર થઈ ગયું હતું.
સોમપ્રભે પશ્ચિમના દ્વારેથી જેવો પ્રવેશ કર્યો તેવો સેનાપતિ સુગુપ્ત પ્રચંડ સામનો કર્યો. તુમુલ યુદ્ધ મચી ગયું. સોમપ્રભ સાથે દશ હજાર સુભટો હતા, જ્યારે સુગુપ્ત વીસ હજાર સુભટો સાથે તૂટી પડ્યો હતો. માગધ-સૈનિકોએ પ્રારંભમાં એવું શુરાતન બતાવ્યું કે સોમપ્રભ ક્ષણભર સ્તબ્ધ જેવા બની ગયાં. પરંતુ બે ઘડી પછી સોમપ્રભનું અજબ પરાક્રમ સુગુપ્તને જોવા મળ્યું. જેમ ખેડૂતો ઘાસ કાપે તેમ સોમપ્રભ માગધ-સૈનિકોને કાપવા લાગ્યા અને પૂર્વના દ્વાર તરફ આગળ વધવા લાગ્યા.
સુગુપ્ત ચિંતાતુર બન્યો. તેણે સૈનિકોને આજ્ઞા કરી કે સોમપ્રભને ઘેરી લો; અને પૂર્વ તરફ જતાં અટકાવી દો, પરંતુ અયોધ્યાના સુભટોએ સુગુપ્તની યુક્તિને ધૂળ ભેગી કરી દીધી. સોમપ્રભે હવે સીધું આક્રમણ સુગુપ્ત પર કરી
For Private And Personal Use Only