________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૪૯. મનઘવિજય અંધકારમાં સહ આગળ વધવા લાગ્યા. ત્યાં અચાનક શંબલ ઊભો રહી ગયો. તેની સામે એક ભીંત આવી ગઈ હતી. તે અંદરનું બીજું દ્વાર શોધવા લાગ્યો. સહુ થંભી ગયા. શંબલ ભીંતે ભીંતે આગળ વધવા લાગ્યો. અડધી ઘડી, સુધી હાર ન મળ્યું. સુભટો ગૂંગળાવા લાગ્યા. વીરદેવ ચિંતાતુર બની ગયો.
ત્યાં એક ધડાકો થયો અને બધા જ સુભટો નીચે ઊતરી ગયા! કોઈને કંઈ સમજ ન પડી. આખી ને આખી ભૂમિ જ નીચે ઊતરી ગઈ. નીચે પહોંચતાં જ જોયું કે તેઓ સેંકડો માગધ-સુભટોથી ઘેરાયેલા ઊભા હતા.
એક ક્ષણનોય વિલંબ કર્યા વિના અંજલિ એકદમ ઊછળી અને બે હાથમાં તલવાર સાથે શત્રુઓ પર તૂટી પડી. બસ, વીરદેવનું અદમ્ય વીર્ય ઊછળ્યું અને સૌ સુભટો સાથે તે પણ માગધ સૈનિકો પર તૂટી પડ્યો. થોડી ક્ષણોમાં તો વીરદેવે પાંચ-પચાસ માગધોને ભૂશરણ કરી દીધા. અયોધ્યાના સુભટો પણ અપૂર્વ શૌર્યથી યુદ્ધ કરી રહ્યા હતા.
શંબલ ધીરે ધીરે પશ્ચિમના દ્વાર તરફ ખસતો જતો હતો. તેની પાછળ વીરદેવ પણ સરકી રહ્યો હતો. પરંતુ તેણે જોયું તો અંજલિ શત્રુઓ વચ્ચે ઘેરાઈ ગઈ હતી છતાં ય વિફરેલી વાધણની જેમ તે શત્રુઓને કાપી રહી હતી. વરદેવ દોડ્યો અને શત્રુઓનું લક્ષ પોતાના તરફ ખેંચી અંજલિને ત્યાંથી સરકી જવા ઇશારો કર્યો. અંજલિ થંબલ તરફ વળી. તેણે આકાશ સામે જોયું. ત્રીજા પ્રહરને પૂર્ણ થવામાં માત્ર એક ઘડી ખૂટતી હતી.
વરદેવના સુભટોએ સેંકડો માગધ-સૈનિકોને પૂરા કરી નાંખ્યા હતા. છતાં હજુ તેમનું કાર્ય પૂર્ણ થયું ન હતું. વીરદેવ પશ્ચિમના દ્વાર તરફ દોડ્યો. રસ્તામાં જે આવ્યા તે વીરદેવની તલવારનો સ્વાદ ચાખી સદા માટે ભૂમિશયન કરવા લાગ્યા.
વીરદેવે પોતાના સુભટો તરફ દૃષ્ટિ નાખી. લગભગ પચાસ સુભટો બચેલા હતા. હજુ તેણે લગભગ બસો શત્રુઓને યમલોકમાં પહોંચાડવાના હતા. શત્રુઓની મશાલોનો પ્રકાશ કિલ્લાની અંદરની સ્થિતિનું દર્શન કરાવતો હતો.
શંબલ અને વીરદેવ યમરાજની જેમ પુનઃ શત્રુઓ પર તૂટી પડ્યા. અંજલિએ વિરદેવની રક્ષા પૂરતું જ લક્ષ આપી લડવા માંડ્યું. દ્વારરક્ષકો મોટી સંખ્યામાં માર્યા ગયા. હવે થોડા રહ્યા હતા. વીરદેવે ગર્જના કરી:
“કાં વીરદેવનું શરણ સ્વીકારો, કાં તો મોતને ભેટો...”
For Private And Personal Use Only