________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેન રામાયણ
૪૩૩ ત્રીજા પ્રહરનો પ્રારંભ થઈ ચૂક્યો છે. હવે જરાય વિલંબ કર્યા વિના આપણું કામ શરૂ કરી દેવું જોઈએ.”
‘આપણા ગયા પછી એવા સમાચાર મળ્યા છે કે ગુપ્તદ્વારમાં એક હજાર સુભટો ગોઠવવામાં આવ્યા છે. ત્યાં માત્ર આપણે ત્રણ.’
નહીં, આપણી સાથે ઓછામાં ઓછા સો સુભટો હોવા જોઈએ.' અંજલિએ શંબલની વાતને સમર્થન આપ્યું. ‘પરંતુ હવે આપણી પાસે સમય કયાં છે?' “આ સામે પહાડીમાં સૈનિકોની હલચલ છે, કોણ છે?” અંજલિએ પૂછ્યું. વિક્રમરાજાના દશ હજાર સુભટો! ‘તો સંબલ જાય અને સો સુભટો લઈ આવે.” “ભલે, પણ તરત જ કામ થવું જોઈએ. વીરદેવે પોતાની મુદ્રિકા શંબલને આપી અને શંબલ તરત પહાડી તરફ દોડ્યો.
જલખાઈના કિનારે એક નાવ બાંધેલી હતી. તેમાં એક સાથે પચ્ચીસ માણસોથી વધારે માણસો બેસી શકે એમ ન હતા. વીરદેવે નાવિકને બોલાવ્યો. નાવિકે સો સુભટોને બે ફેરામાં જ લઈ જવાની હામ ભીડી. નાવિક શંબલનો ખાસ વિશ્વાસપાત્ર માણસ હતો.
ત્રીજા પ્રહરની બે ઘડી વીતી અને શંબલ આવી પહોંચ્યો. તેની પાછળ એકએક સુભટ ચુપકીદીથી આવી રહેલ હતો. સો સુભટ આવી ગયા. વીરદેવે પૂછુયું.
પ્રાણ હોડમાં મૂકીને સાહસ કરવાનું છે. જેને પ્રાણ વહાલા હોય તે પાછા જઈ શકે છે.
સેનાપતિ વીરદેવની આજ્ઞા સામે અમારા પ્રાણનું સમર્પણ છે.” સુભટોએ જવાબ આપ્યો.
જય ઋષભદેવ!' વીરદેવ-અંજલિ અને શંબલ નાવમાં ઊતર્યા. તેમની પાછળ બરાબર છેતાલીસ સુભટને લેવામાં આવ્યા. નાવ કિનારેથી છૂટી અને પશ્ચિમ તરફ આગળ વધવા લાગી.
એક ઘડીમાં નાવ પશ્ચિમના ગુપ્તધારે કિલ્લાની ભીંતને અડીને ઊભી રહી. ગુપ્તદ્વાર પાણીમાં નીચે પચાસ ગજની ઊંડાઈએ હતું. શંબલ એક સમયે આ
For Private And Personal Use Only