________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૧
--
-
જેન રામાયણ અને પોતાના ધનુષ્યને સંભાળ્યું. થોડી જ ક્ષણોમાં ત્યાંથી હાથીઓની સેના પસાર થવા લાગી... સેંકડો હાથીઓ છતાં કોલાહલનું નામ નહીં! વીરદેવનું હૃદય હસી ઊઠ્યું. અયોધ્યાપતિનું આગમન થઈ રહ્યું હતું. તે ઝાડીમાં ને ઝાડીમાં આગળ વધ્યો.
એક ઉત્તુંગ શિખરના રથમાં તેણે અયોધ્યાપતિને જોયા. ઝડપથી બહાર નીકળ્યો બહાર નીકળતાં જ અયોધ્યાના સૈનિકોએ ઘેરી લીધો. દશરથની દૃષ્ટિ વીરદેવ પર પડી. પરંતુ અંધકારમાં તે વીરદેવને બરાબર ઓળખી ન શક્યા. ‘તેને મારી પાસે લાવો.' દશરથે આજ્ઞા કરી. “વીરદેવને દશરથની સામે ઉપસ્થિત કર્યા. “કોણ?'
વીરદેવ?” અવાજ પરથી દશરથે વીરદેવને ઓળખી લીધો. સૈનિકો હટી ગયા.
સેવક પોતે!” કહે, બધું બરાબર છે?', ભગવાન ઋષભદેવની કૃપાથી.” શી યોજના છે?' યોજના તો આપે સૂચવવાની છે!' નહીં, મગધ-અભિયાનનું સેનાપત્ય વીરદેવને સોંપવામાં આવે છે.' “મહારાજાની કપા.” “કહો સેનાપતિ વીરદેવ, શી યોજના છે?' દશરથે વીરદેવની પીઠ થાબડી.
“મગધ મહામાત્ય દશ હજાર અશ્વારોહીઓ સાથે રાજગૃહીના મુખ્ય દ્વારે ઊભા છે. સાથે પાંચ હજાર રથપતિ સૈન્ય તેની પાછળ રહેલું છે. ખુદ મગધસમ્રાટ બે હજાર હસ્તિનું સૈન્ય લઈ આપની રાહ જુએ છે.” “બસ?' જી હા, બાકીનાઓનો મુકાબલો વિક્રમરાજ, સોમપ્રભ અને વિરદેવ કરી
લેશે.”
બાકીના કેટલા છે?'
For Private And Personal Use Only