________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૦
આક્રમણ આજ્ઞા નહીં, યોજના.” “યોજના બતાવો.' આજે ચોથા પ્રહરના પ્રારંભે આપે રાજગૃહીમાં પ્રવેશ કરવાનો છે.”
આપની સાથેના પાંચ હજાર સુભટો અને મારી સાથેના પાંચ હજાર સુભટો એમ દશ હજાર સુભટો આપની સાથે રહેશે. ચોથા પ્રહરના પ્રારંભે પશ્ચિમ દિશાનું દ્વાર ખૂલી જશે. “પછી?' ‘આપને મગધ સેનાપતિ સુગપ્ત કે જે વીસ હજાર સુભટો સાથે કિલ્લા પર છે તેને યુદ્ધ આપવાનું છે. ચોથા પ્રહરના અંતે આશા રાખું છું કે પૂર્વનું પ્રવેશદ્વાર તૂટશે અને અયોધ્યાપતિ રાજગૃહીમાં પ્રવેશ કરશે!'
બીજું કાંઈ?” બસ જય ઋષભદેવ!” વીરદેવ અંધકારમાં અદૃશ્ય થઈ ગયો. સોમપ્રભ વીરદેવના અપ્રતિમ સાહસ અને શૌર્યની મનોમન પ્રસંશા કરતા ઊભા રહ્યા, બીજી બાજુ વીરદેવના સુભટો પશ્ચિમના મોરચે આવવા લાગ્યા.
વીરદેવ ત્યાંથી પૂર્વ તરફ રવાના થયો. પહેલાંની યોજનાનુસાર દક્ષિણ તરફ જતા વિક્રમરાજને તેણે રોક્યો અને ઉત્તરની પહાડીઓ તરફ જવા સૂચન કરી દીધું. “જુઓ, આપને દંડનાયક સુમન દશ હજાર સુભટો સાથે ભેટશે!”
ભેટી લેવાશે!” ‘પરંતુ ચતુર્થ પ્રહરનો પ્રારંભ થયા પૂર્વે નહીં.' ‘તથાસ્તુ.' વિક્રમરાજે ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું.
બસ, હવે વિરદેવ અયોધ્યાપતિની રાહ જોવા લાગ્યો. બીજો પ્રહર ચાલી રહ્યો હતો. બીજા પ્રહરના અંતે તો તેને પુનઃ ઉત્તરમાં જવાનું હતું. અંજલિ અને શંબલ ઉત્તર તરફ જલખાઈના કિનારે વીરદેવની પ્રતીક્ષા કરતાં ઊભાં હતાં. બીજો પ્રહર અડધો વીતી ચૂક્યો હતો, ત્યાં એક તીર સનનન... કરતું વિરદેવના ખભા પાસેથી પસાર થઈ ગયું. વીરદેવ પાસેની ઝાડીમાં પેસી ગયો
For Private And Personal Use Only