________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૮
આક્રમણ અનુજ બિભીષણને પણ થાપ આપી તે, આજે આપણને જાણવા મળ્યું છે. એટલું જ નહીં, દશરથની સાથે કૌતુકમંગલના મહારાજા શુભમતિ તેમના પચ્ચીસ હજાર સૈન્ય સહિત છે. ઉત્તરાપથના સમ્રાટ હરિવાહનનો પ્રસિદ્ધ સેનાપતિ વિક્રમરાજ દશ હજાર યોદ્ધાઓ સહિત મગધ-ભૂમિને ઉજાડતો, મગધ-સૈનિકોને પરાજિત કરતો ઉન્મત્તસિંહની જેમ દોડી આવે છે. મિથિલાપતિના મહામાત્ય સોમપ્રભ પાંચ હજાર સુભટો સાથે સહુથી આગળ છે...
આ નાજુક પરિસ્થિતિમાં તત્કાલ પ્રતિકારનાં મજબૂત પગલાં ભરવાં જોઈએ, અને શત્રુઓને આગળ વધતા અટકાવી દેવા જોઈએ.”
સૂર્યદેવનું કથન સાંભળીને સેનાપતિ સુગુપ્ત ઉત્તેજિત થઈ ગયો; તેણે તરત જ સૈન્યના નાયકોને બોલાવી યોગ્ય આદેશ આપી દેવા સમ્રાટને વિનંતી કરી. “જાઓ, તરત સેનાનાયકોને બોલાવી લાવો.”
સમ્રાટે આજ્ઞા કરી. સેનાપતિ સુગુપ્ત સુભટોને મોકલી સેનાનાયક બોલાવી. લીધા. ઉપરાંત નગરશ્રેષ્ઠી, કોટવાલો, કિલ્લાના ગુપ્તધારના રક્ષકો.... વગેરે મહત્ત્વના સર્વ પુરુષોને બોલાવવામાં આવ્યા,
નગરશ્રેષ્ઠીએ રાજગૃહીમાં ફેલાયેલા ભયને વ્યકત કરી પ્રજાજનોની લાગણી પ્રગટ કરી. સમ્રાટે સંરક્ષણનું આશ્વાસન આપ્યું અને સેનાપતિને પૂછ્યું. રાજગૃહીમાં હાલ તરત કેટલું સૈન્ય છે?'
બે હજાર હસ્તીઓની સેના છે. દશ હજાર અશ્વોની સેના છે. પાંચ હજાર રથની સેના છે અને ચાલીસ હજારનું પદાતી સૈન્ય છે.'
બહાર કેટલું સૈન્ય છે?' “મગધની સીમાઓ પર જુદા જુદા દશ હજાર સૈનિકો પથરાયેલા છે.”
કોઈ ચિંતાનું કારણ નથી. પૂર્વના મુખ્ય પ્રવેશદ્વારની બહાર મહામાત્ય મણિરત્ન દશ હજાર અશ્વારોહીઓ સાથે શત્રુઓને યુદ્ધ આપે. સેનાપતિ સુગુપ્ત વીસ હજાર સુભટો સાથે કિલ્લા પર રહી ત્યાંથી જ શત્રુઓને જર્જરિત કરે. દંડનાયક સુમન દશ હજાર સુભટોને લઈ ઉત્તરની પહાડીઓમાંથી ધસી આવનાર વીરદેવને જીવતો કે મરેલો પકડી લાવે. બે હજાર ગજની સેના સાથે હું પોતે અયોધ્યાપતિની ખબર લઈશ. દશ હજારનું સૈન્ય બીજી બે દિશાઓમાં વહેંચાઈ જાય, પાંચ હજાર રથનું સૈન્ય મહામાત્યની પાછળની હરોળમાં રહી મહામાત્યની આજ્ઞા અનુસાર યુદ્ધ આપે.”
For Private And Personal Use Only