________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ૪૮. આક્રમણ
મગધ-સમ્રાટને નિવેદન કરવાનું કે અયોધ્યાપતિ દશરથ વિશાળ સૈન્ય સાથે ધસી આવ્યા છે.’ એક ગુપ્તચરે આવીને મગધ-સમ્રાટ યશોધરને સમાચાર
આપ્યા.
અયોધ્યાપતિ દશરથ? ન હોય, તેમની તો ક્યારની ય બિભીષણના હાથે હત્યા થઈ ગઈ.’
‘તે ખોટી વાત છે. મગધ-ભૂમિમાં તેમનું સૈન્ય પ્રવેશી ચૂક્યું છે.’
મગધ-સમ્રાટ સમાચાર સાંભળી સ્તબ્ધ બની ગયા. મનોમન મહામાત્ય શ્રીષેણ પર ભારે રોષે ભરાયા. એક બાજુ યુવરાજ નંદનનું અપહરણ અને બીજી બાજુ અયોધ્યાનું આક્રમણ...ક્ષણભર તેઓ મૂંઝાયા. ત્યાં મગધ-મહામાત્ય મણિરત્ન, સેનાપતિ સુગુપ્ત અને દંડનાયક સુમન આવી પહોંચ્યા. સહુ વિહ્વળ અને કોપયુક્ત હતા.
‘મહારાજા, યુવરાજને મુક્ત ક૨વા ગયેલા બે હજાર સૈનિકોની ટેકરીઓમાં ક્રૂર કતલ કરવામાં આવી. વીરદેવ ત્યાં એકાકી નથી. તેની સાથે પાંચ હજાર અયોધ્યાના સુભટો છે.'
દંડનાયક સુમને સમાચાર આપ્યા. સમ્રાટના રોષમાં ઘી હોમાયું. તે ઊભા થઈ ગયા અને કમરેથી ખડગ ખેંચી કાઢી બોલ્યાઃ
‘તમારાથી એ કાર્ય નહીં થાય, હું જાતે જઈશ. જોઉં છું એ વીરદેવ કોણ છે?’ ‘મગધ-સમ્રાટ નિશ્ચિંત રહે, એ માટે બીજી વ્યવસ્થા થઈ ગઈ છે.' મહામંત્રી મણિરત્ને કહ્યું.
‘પરંતુ હવે એટલી જ વ્યવસ્થા નથી કરવાની. અયોધ્યાપતિ દશરથ ચાલીશ હજાર સૈનિકો સાથે મગધ-ભૂમિમાં પ્રવેશી ચૂક્યા છે...' સુમનનો સ્વર કંપતો હતો. ‘મગધ-સૈનિકો તેમને હાંકી કાઢવા સમર્થ છે.' સેનાપતિ સુગુપ્તે આશ્વાસન આપ્યું.
અત્યાર સુધી બધાની વાત સાંભળી રહેલા કૂટનીતિજ્ઞ સૂર્યદેવે ગંભીર સ્વરે
કહ્યું:
સેનાપતિ, મગધ-સૈન્ય માટે કોઈ શંકા કરવાનું પ્રયોજન નથી, પરંતુ તત્કાલમાં જ ઉત્તરની પહાડીમાં બે હજાર મગધ-સૈનિકોની વીરદેવે શી સ્થિતિ કરી, તે આપણે જાણીએ છીએ. અયોધ્યાપતિ દશરથે પ્રતિવાસુદેવ રાવણના
For Private And Personal Use Only