________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૪૨૫ મહારાજા શુભમતિ હસ્તીસેનાનું નેતૃત્વ કરીને મુખ્ય પૂર્વદિશાના પ્રવેશદ્વાર પર આક્રમણ કરે. જ્યારે કૌતુકમંગલના સેનાપતિ શ્રીવત્સ અશ્વદળ અને પાયદળને લઈ મહારાજા શુભમતિની પાછળની હરોળમાં યુદ્ધ આપે.”
મારી સાથે રથદળ અને અયોધ્યાનું પાયદળ રહેશે. મારું કાર્ય જે મોરચા પર સહાયતાની જરૂર હશે ત્યાં પહોંચી જવાનું રહેશે.”
યથોચિત છે.” સહુએ સંમતિ આપી. ઉત્તરમાં સેનાપતિ વીરદેવ પાંચ હજાર સુભટો સાથે પહોંચી ગયા છે..” કૌતકમંગલના સંરક્ષણની જવાબદારી કેકેયીના માથે નાખવામાં આવી. જોકે કેકેયીની ઇચ્છા દશરથની સાથે જ રહેવાની હતી. તેણે દશરથને ખૂબ સમજાવ્યા. શુભમતિને પણ વિનંતી કરી, પરંતુ તેને કૌતુકમંગલમાં જ રહેવાની ફરજ પડી.
પ્રયાણનો સૂર્યોદય થયો અને રણવાદ્યો વાગી ઊઠ્યાં. સર્વપ્રથમ મહારાજા દશરથનો રથ ગતિશીલ બન્યો. તેમની સાથે મહારાજા શુભમતિ અને પાછળ હસ્તિદળ, રથદળ તથા પાયદળ ચાલવા માંડ્યું. બંને રાજાઓએ પહેલા પડાવમાં વિશેષ રોકાવાનું નક્કી કર્યું અને સેનાપતિ વિક્રમરાજ તથા મહામંત્રી સોમપ્રભે ઝડપથી આગળ પ્રયાણ કર્યું. અહીં બે દિવસ સુધી દશરથ શુભમતિ સાથે સતત યુદ્ધપરામર્શ કરતા રહ્યા. ત્રીજા દિવસે તેઓ આગળ વધ્યા.
રસ્તામાં સામેથી એક અશ્વારોહી ઝડપથી આવી રહ્યો હતો. નજીક આવતાં તેણે અયોધ્યાનો ધ્વજ આકાશમાં લહેરાવ્યો, અને અશ્વ પરથી નીચે ઊતરી મહારાજા દશરથ પાસે આવ્યો. એક ગુપ્ત પત્ર મહારાજાના હાથમાં મૂક્યો. મહોર તોડી દશરથે પત્ર વાંચી બે હાથમાં પત્રને મસળતાં. તેમણે શુભમતિ સામે જોયું. “મહામાત્ય શ્રીષણને મગધસમ્રાટે કારાગારમાં પૂરી દીધા છે.' ચિંતા નહીં, એ જ કારાગારમાં મહારાજા દશરથ મગધસમ્રાટને પૂરશે.' મગધસમ્રાટે પણ પૂરી તૈયારી કરવા માંડી છે.” સ્વાભાવિક છે.”
પરંતુ વીરદેવના પરાક્રમનો સ્વાદ તો ક્યારનોય મગધ-સૈનિકોને મળવો શરૂ થઈ ગયો!
કેવી રીતે?
For Private And Personal Use Only