________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૩
જેન રામાયણ “તો હવે મારે કૌતુકમંગલ જવાની જરૂર નથી? નહીં, મહારાજાને બધી ગુપ્ત-માહિતી મેં મોકલી આપી છે.” “તો હવે મારા માટે શી આજ્ઞા છે?
તારે રાજગૃહીની ઉત્તર પહાડીમાં અયોધ્યાના પાંચ હજાર સુભટોનું નેતૃત્વ સંભાળવાનું છે.”
અને અંજલિ'? વીરદેવે અંજલિ સામે જોયું. “અંજલિની શી ઇચ્છા છે?' શ્રીષેણે અંજલિને પૂછ્યું. હું વીરદેવની સાથે રહીશ.' ત્યાં તને અનુકૂળતા નહિ રહે.' મોટી બહેનની આજ્ઞાનું પાલન કરવામાં અનુકૂળ-પ્રતિકૂળ વિચાર કરવાનો જ ન હોય!
અહીં રહે તો મારા કાર્યમાં સહાયક બને.” મને આશા છે વીરદેવના કાર્યમાં સહાયક બનવાની.” અને શંબલ?' શ્રીષેણે શંબલ સામે જોઈને પૂછ્યું.
હું પણ નાયકની સાથે રહેવા ચાહું છું. પછી જેવી આપની આજ્ઞા.’ શબલે મસ્તકે અંજલિ જોડી મહામાત્યને કહ્યું.
ભલે તું પણ વીરદેવની સાથે જ રહે!” મહામાત્યના મુખ પર આનંદ છવાયો. તેમણે શંબલની પીઠ થાબડી.
તો હવે આજે સંધ્યા સમયે જ તમે નીકળી જાઓ. પહાડી દૂર નથી. બેત્રણ ઘડીમાં પહોંચી જશે.'
સૈનિકો'? કાલથી સૈનિકો ત્યાં આવવા માંડશે. સૂચનાઓ અપાઈ ગઈ છે.”
મહામાત્ય શ્રીષેણે જોયું કે પોતાના પર મગધસમ્રાટ અને મગધમહામાત્યની દષ્ટિ શંકાશીલ બની છે. તેમણે સમગ્ર માહિતી લખીને ગુપ્તચર દ્વારા મહારાજા દશરથને મોકલી આપી હતી. તેમાં તેમનું બીજું લક્ષ્ય એ હતું કે વીરદેવને પાછી કૌતુકમંગલ મોકલવો અને પુનઃ તેને અહીં બોલાવવો તે ઠીક ન લાગ્યું. તેથી રાજગૃહીની ટેકરીઓમાં અયોધ્યાના પાંચ હજાર સુભટો વીરદેવની સરદારી નીચે એકત્રિત કરી યોગ્ય સમયે તેમની પાસેથી કામ લેવું વિશેષ ઉચિત લાગ્યું.
For Private And Personal Use Only