________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૪
યુદ્ધ પ્રયાણ ગુપ્તચર ગુપ્તમાર્ગે ગુપ્ત માહિતી લઈને કૌતુકમંગલ પહોંચી ગયો અને તેણે મહારાજા દશરથને માહિતીપત્ર આપ્યો. દશરથે પત્ર ધ્યાનપૂર્વક વાંચ્યો. બે વાર, ત્રણ વાર પત્ર વાંચ્યો. શ્રીષેણની બુદ્ધિમત્તા અને કાર્યદક્ષતા પર દશરથનું હૃદય ઓવારી ગયું. પત્ર વાંચીને તરત દશરથે પૂછ્યું:
કેમ, વીરદેવ ત્યાં આવી ગયો?'
તેમના આગમનના સમાચાર આવી ગયા હતા. તેમણે મગધભૂમિમાં પ્રવેશ કરી દીધાના સમાચાર મળ્યા પછી મને મહામાત્યે રવાના કર્યો.”
મહામાત્યે પત્રમાં મગધની સમગ્ર પરિસ્થિતિનું વર્ણન કર્યું હતું. કૈકયી અને શુભમતિએ પણ પત્ર ધ્યાનપૂર્વક વાંચ્યો. દશરથે પોતાને ઘડવાની વ્યુહરચનાની કલ્પના કરી લીધી.
સમ્રાટ હરિ વાહનનો સેનાપતિ વિક્રમરાજ દસ હજાર સૈનિકો સાથે આવી ગયો હતો. બીજી બાજુ મિથિલાથી મહામંત્રી સોમપ્રભ પણ પાંચ હજાર રણશૂરા સુભટો સાથે આવી ગયા હતા. મહારાજા શુભમતિએ એક હજાર હાથીનું સૈન્ય, દસ હજાર અશ્વ-દળ, પાંચ હજાર રથોનું સૈન્ય અને દશ હજાર પદાતીનું સૈન્ય તૈયાર રાખ્યું હતું.
મહારાજા દશરથે એક ગુપ્તચરને અયોધ્યા મોકલી દશ હજાર સૈનિકોને કૌતુકમંગલ બોલાવી લીધા હતા.
પ્રયાણના આગલા દિવસે મહારાજા દશરથે સેનાપતિ વિક્રમરાજ, મહામંત્રી સોમપ્રભ અને મહારાજા શુભમતિને બોલાવી સમગ્ર વ્યુહ સમજાવ્યો. “વિક્રમરાજ, તમારે રાજગૃહીના દક્ષિણ દ્વાર પર યુદ્ધ આપવાનું.'
જેવી આજ્ઞા.” ‘તે માટે તમને અયોધ્યાના સેનાપતિ વીરદેવ તરફથી સંકેતો મળતા રહેશે.' તે પ્રમાણે અનુસરણ થશે.' મહામંત્રી સોમપ્રભ પશ્ચિમ-વારે શત્રુઓને પરાજિત કરી નગરમાં પ્રવેશ
કરે.
જેવી મહારાજની આજ્ઞા, પરંતુ મિથિલાપતિની ઇચ્છા એવી છે કે મારે આપની સાથે રહેવું.” મહામંત્રીએ નતમસ્તક બની કહ્યું.
એવી જરૂર લાગતાં તમને બોલાવી લેવાશે.' ‘તથાસ્તુ.”
For Private And Personal Use Only