________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૮
રાજગૃહી તરફ ચાલતાં ચાલતાં અંજલિની દષ્ટિ તેના પર પડી. તેણે શંબલને હાક મારી:
શંબલ, આ તારા સાથીદારનું શું?' તેને પડ્યો રહેવા દો અહીં જ! વીરદેવે ઉપેક્ષા કરતાં કહ્યું. “ના, તે આપણને ખતરનાક નીવડી શકે.” અંજલિએ કહ્યું.
ર્તને પણ આપણી સાથે જ લઈ ચાલીએ...' શંબલે કહ્યું. વિરદેવને શંબલની વાત ઠીક લાગી. શંબલે તેનાં બંધન ખોલી નાંખ્યાં અને તેને સાથે લીધો. વીરદેવે તેની પાસે કોઈ પણ શસ્ત્ર ન રાખ્યું. શંબલને શસ્ત્રસજજ કરી લીધો હતો.
સાત અશ્વારોહી અને પાર પદાતીનો કાફલો મધ્યરાત્રિએ રાજગૃહી તરફ રવાના થયો. શંબલ સહુથી આગળ ઝડપથી ચાલી રહ્યો હતો, તેની પાછળ વીરદેવ અને અંજલિના અશ્વો ચાલી રહ્યા હતા. તેમની પાછળ ચાર પદાતી અને તેમની પાછળ પાંચ અશ્વારોહી હતા.
રાતભર પ્રયાણ ચાલુ રહ્યું. સૂર્યોદય થયો. શંબલે એક સ્થાને પડાવ નાંખવાનું કહ્યું. આખો દિવસ ત્યાં વ્યતીત કરી પુનઃ રાત્રિમાં પ્રયાણ આરંભ્ય...પ્રમાણમાં કોઈ વિઘ્ન ન નડ્યું. પરંતુ શંબલે વીરદેવને કહ્યું હતું કે રાજગૃહીના નિકટના પ્રદેશમાં વિપ્ન આવી શકે.
ત્રીજી રાત્રિનું પ્રયાણ શરૂ થયું. આજે વીરદેવ અને અંજલિ સાવધાની રાખતાં આગળ વધી રહ્યાં હતાં. શંબલ પણ પૂરી સાવધાનીથી માર્ગનું દિગ્દર્શન કરતો હતો. રાત્રીના બે પ્રહર તો સુખરૂપ નીકળી ગયા.
ત્રીજા પ્રહરનો પ્રારંભ થયો ત્યાં થોડે દૂર ઝાડીમાં પગરવ સંભળાયો. સંબલે ઇશારો કર્યો. વીરદેવે અશ્વને થંભાવી દીધો અને મ્યાનમાંથી તલવાર ખેંચી કાઢી. અંજલિએ પણ પોતાની કટારી સંભાળી લીધી. ત્યાં તો સામેથી સરરર.. કરતું એક તીર આવ્યું. વીરદેવના કાનની પાસેથી પસાર થઈ ગયું. વીરદેવે તલવાર કમરે લટકાવી લીધી અને બાણ પર તીર ચઢાવ્યું... સરરર... કરતું તીર છૂટયું.. અને સામેથી કારમી ચીસ સંભળાઈ. વીરદેવે બીજું તીર ચઢાવ્યું ત્યાં સામેથી વીસ પચ્ચીસ સુભટો નીકળી આવ્યા. વીરદેવે અને અંજલિએ તીરનો મારો ચલાવ્યો. જ્યારે સાથેના સુભટો નગ્ન ખડગો સાથે તૂટી પડ્યા. શંબલે પણ પોતાનું ખમીર બતાવવા માંડ્યું. તેણે શત્રુ-સુભટોમાંથી બેને યમસદનમાં પહોંચાડી દીધા. જ્યારે શત્રુ-સુભટોએ પણ વીરદેવના ચાર સુભટોને જમીન પર ઢાળી દીધા. વીરદેવ અ પરથી નીચે કૂદી પડ્યો અને બે હાથમાં બે તલવાર લઈ શત્રુઓ પર તૂટી પડ્યો. ચાર-પાંચને જોતજોતામાં કાપી નાખ્યા.
For Private And Personal Use Only