________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૪૧૭ ‘ભલે!'
પશ્ચિમનો શીતળ વાયુ વહી રહ્યો હતો. વન્ય પશુઓના સ્વરો અવાર-નવાર સંભળાઈ રહ્યા હતા. શંબલ થોડે દૂર જઈને આડો પડ્યો. અંજલિએ વીરદેવને કહ્યું: ‘પેલા કેદી સુભટોને મળીને જાણવા યોગ્ય માહિતી મેળવી લઈએ.” “ચાલો.'
બંને ઊઠીને ધર્મશાળામાં આવ્યાં. સાથેના પાંચ સુભટોને ધર્મશાળાની ચારેકોર ફરતા રહેવાનું સૂચન કરી, વીર દેવ અને અંજલિ કેદી સુભટ પાસે ગયાં.
મહામાત્યના કોઈ સમાચાર છે?”
હા જી, મગધ સમ્રાટે મહામાત્ય શ્રીષણ પર ચાંપતી દૃષ્ટિ રાખવા માંડી છે. તેમને ગંધ આવી ગઈ છે કે શ્રીષેણ કોઈ નવી ચાલ રમી રહ્યા છે.” તમને કોઈ સૂચન મળ્યું છે?'
હા, એ સૂચનાનુસાર તો અમે અહીં આવેલા.. પરંતુ અમારા પહેલાં મગધસૈનિકો અહીં આવી ગયેલા.”
શું સૂચન હતું?' વીરદેવ આવતાંની સાથે મહામાત્યને સમાચાર પહોંચાડવાના હતા.' તો તમે કેવી રીતે સમાચાર પહોંચાડશો?” વીરદેવે પૂછયું. પાંચમાંથી એક સુભટ વીરદેવની નજીક આવ્યો ને તેના કાનમાં વાત કરી. “તો હવે વિના વિલંબે તમારું કામ કરો.” “આપ!' અમે આજથી ત્રીજા દિવસે રાજગૃહીમાં આવીશું.” પાંચમાંથી બે સુભટો પુનઃ ધર્મશાળાના એ ઓરડામાં ગયા, ઓરડાના ડાબી બાજુના ખૂણામાં જઈને એક પથ્થર પર પગ દબાવ્યો. પાસેની ભીંત ખસવા લાગી. એક દરવાજો પ્રગટ થયો. બે સુભટોએ તેમાં પ્રવેશ કર્યો અને પુનઃ ભીંત ખસવા લાગી અને પૂર્વવત્ બની ગઈ.
આ બાજુ શંબલે આવીને વીરદેવને પ્રયાણ માટે તૈયાર થવા કહ્યું. સહુ તૈયાર થઈ ગયા. પૂર્વના ત્રણ સુભટો પણ સાથે જોડાયા. તેમણે જરૂરી શસ્ત્રો સાથે લઈ લીધાં હતાં.
ધર્મશાળામાં એક માત્ર મગધ સૈનિક બંધનમાં જકડાયેલો પડ્યો હતો.
For Private And Personal Use Only