________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૧૩
રાજગૃહી તરફ
બંધનો છોડવા માંડ્યાં. વીરદેવને રોકીને માગધ સૈનિકે જ બંધનો ખોલવા
માંડ્યાં, પાંચેય સુભટો બંધનમુક્ત બની ગયા.
પાંચ સુભટોને લઈ સહુ બહાર આવ્યાં. પેલા મુક્ત કરેલા માગધ સૈનિકને વીરદેવે પૂછ્યું:
‘મિત્ર, તારું નામ?’
‘શંબલ.'
‘હવે તારે અમારું એક કામ કરવાનું છે.
‘એક નહીં અનેક.'
‘કરીશ?’
જરૂર.'
‘તો વીરદેવ તારું યોગ્ય સ્વાગત કરશે.'
‘નાયકનો ઉપકાર.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મશાળામાં સુભટોને બેસાડી વીરદેવ, અંજલિ અને શંબલ એક વૃક્ષ નીચે જઈને બેઠાં.
‘શંબલ, રાજગૃહીનો ટૂંકો માર્ગ પકડવો છે.'
‘સેવક બતાવશે.’
‘કાલે સવારે અહીંથી નીકળીએ?'
‘ટૂંકે રસ્તે દિવસ કરતાં રાત્રિનો સમય જ અનુકૂળ રહેશે.’
‘તો આજે રાત્રિએ નીકળી જઈએ.'
‘બરાબર છે. પરંતુ સાવધાની ખૂબ રાખવી પડશે.
‘સાવધાની મારી તલવાર રાખશે!' વીરદેવે રક્તરંજિત તલવારને ઊંચી કરી.
‘રસ્તામાં મગધસૈનિકો ઠેર ઠેર ગોઠવાઈ ગયા છે. તે છતાં આપણે એવો રસ્તો લઈશું કે જેથી વચ્ચે વિશેષ વિઘ્નો ન આવે.’
‘ઠીક છે. તો હવે બે કલાક આરામ કરી લઈએ.' વીરદેવે અંજલિ સામે જોયું. ‘અત્યારે આરામ કરવો ઠીક નથી.' અંજલિએ કહ્યું.
‘તો?’
‘આજની રાત જાગતા જ રહેવું પડશે.'
For Private And Personal Use Only