________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૪
રાજગૃહી તરફ “અરે માલ સારો આવ્યો છે!” તેણે પોતાના સાથીદારો સામે વળી બૂમ પાડી...પરંતુ બૂમ પાડી મોં બંધ કરે તે પહેલાં તો વીરદેવની તલવાર તેના ગળા પર ફરી વળી અને તેનો દેહ ધરતી પર ઢળી પડ્યો. તેણે ચીસ પાડી અને તેના પ્રાણ નીકળી ગયા. ધર્મશાળામાં બેઠેલા બાકીના છ માણસો તલવાર અને ભાલા સાથે ધસી આવ્યા. આ બાજુ વીરદેવે અંજલિને પોતાની પાછળ રાખી. રાતરબોળ તલવાર સાથે તે આગળ ધપ્યો. પાંચ સુભટોએ વીજળીવેગે ધસારો કર્યો. ખૂનખાર તોફાન જામી પડ્યું. વીરદેવે બીજા બે માણસોને યમલોકમાં પહોંચાડી દીધા. બચેલા ત્રણ માણસો છટકવા પ્રયત્ન કરવા લાગ્યા. પરંતુ પાંચે સુભટોએ તેમને ઘેરી લીધા. તેમાં એક માણસ ઊછળ્યો અને સુભટના પેટમાં ભાલો ભોંકી ભાગવા લાગ્યો. થોડે દૂર ગયો ત્યાં એક તીર આવ્યું ને તેની પીઠમાં ખૂંપી ગયું, ચીસ પાડતો તે ભૂમિ પર પટકાઈ ગયો. એ તીર હતું અંજલિનું. તેણે બૂમ પાડી: “બચેલા બેને જીવતા પકડી લો”
“સુભટોએ બે માણસો પાસેથી શસ્ત્ર છીનવી લીધાં. અને તેમને રસ્સીથી બાંધી દીધા. સળગતી મશાલ દૂર પડી હતી. અંજલિએ તે ઉઠાવી અને તે મશાલ લઈ બે માણસો પાસે ગઈ. બંને માણસો સારી રીતે જખી થયેલા હતા.
તમે કોણ છો?” અંજલિએ સત્તાવાહક સ્વરે પૂછયું. “માગધ.” માગધ પ્રજાજન કે સૈનિક?' સૈનિક.' અહીં આજુબાજુ તમારા સૈનિકો હશે?” 'ના.'
સાચું બોલો. નહીંતર તમારા સાથીદારોને મળવા તમારે પણ યમલોકમાં જવું પડશે.'
અરે, એ દુષ્ટને ખતમ કર..' વીરદેવે હાક મારી અને તેમની પાસે આવ્યો.
બોલો શો વિચાર છે? સત્ય બોલો, અમને સહયોગ આપો. નહીંતર હમણાં યમલોક પહોંચી જશો.” અંજલિએ વીરદેવને રોકી પુનઃ ચેતવણી આપી.
અમે તમારા શરણે છીએ...” માગધ-સૈનિકોએ શરણાગતિ સ્વીકારતાં કહ્યું. ચાલો, હમણાં તેમને એક ખૂણામાં નાખો, પછી તેમની વાત.' વીરદેવે
For Private And Personal Use Only