________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેન રામાયણ
(૪૧૫ સુભટોને આજ્ઞા કરી.
અંજલિ ઘાયલ સુભટ પાસે ગઈ. તેના પેટમાંથી ઘણું લોહી નીકળી રહ્યું હતું. અંજલિએ તેના પેટ પર મજબૂત પાટો બાંધી દીધો અને તેને ઉઠાવી ધર્મશાળામાં સુવાડ્યો, બીજો સુભટ જંગલમાં ગયો અને એક વનસ્પતિ લઈ આવ્યો. વનસ્પતિને બે હાથમાં મસળીને તેનો રસ કાઢી ઘા પર રેડી, પુન: પાટો બાંધી દીધો.
બે સુભટો મશાલ લઈ ઘર્મશાળાની અંદર અને આસપાસ તપાસ કરવા લાગ્યા. ધર્મશાળાની એક ઓરડો બંધ હતો. તેમણે ખોલવા પ્રયત્ન કર્યો પરંતુ ખૂલ્યો નહીં. એમણે દ્વારને તોડવા પ્રયત્ન કરવા માંડ્યો. ત્યાં પેલા બે માણસોમાંથી એક બોલ્યો :
મને મુક્ત કર, હું દ્વાર ખોલી આપું છું.' વિરદેવે એકને બંધનમુક્ત કર્યો. તેણે જઈને સરળતાથી ધારને ખોલી
નાંખ્યું.
અંદર શું છે?' વીરદેવે પૂછ્યું. “શસ્ત્રો.' ‘બીજું કાંઈ?” બંદી કરેલા અયોધ્યાના ગુપ્તચરો.” કેટલા?' પાંચ. : ‘ક્યારે પકડાયા?” આજે જ મધ્યાહ્ન સમયે.” તો તો જીવિત હશે? “હા જી.' ‘તેમને જોઈએ.'
વીરદેવ અને અંજલિ અંદર ગયાં. માગધ સૈનિક મશાલ લઈને આગળ ચાલતો હતો. વીરદેવે-અંજલિએ ઓરડામાં તલવાર-ભાલા-તીરનાં ભાથાં વગેરે સેંકડોની સંખ્યામાં જોયાં. ઓરડામાં બીજો ઓરડો હતો. મશાલના પ્રકાશમાં જોયું તો ત્યાં પાંચ સૈનિક બંધનમાં જકડાયેલા પડ્યા હતા. વીરદેવે જઈને
For Private And Personal Use Only