________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૯
જેન રામાયણ તે છતાં શત્રુઓ પ્રબળ વેગથી વીરદેવ અને એના સુભટો સાથે લડી રહ્યા હતા. અંજલિ વીરદેવના અશ્વને લઈને દૂર એક સુરક્ષિત સ્થાને ઊભી હતી અને ત્યાંથી તીરોનો મારો ચલાવી રહી હતી. શંબલ અંજલિ પાસે દોડી ગયો અને કહ્યું:
દેવી, શત્રુઓની સંખ્યા મોટી લાગે છે. હજુ તેઓ ઝાડીમાંથી આવી રહ્યા છે. આપણે અહીંથી છટકી જવું જોઈએ.”
શંબલ વાત કરે છે ત્યાં તો વીરદેવની ચીસ સંભળાઈ. તેની પીઠમાં એક તીર ખૂંપી ગયું હતું અને તે ચારેકોરથી ઘેરાઈ ગયો હતો. અંજલિને ત્યાં જ રાખી શંબલ બે તલવારો સાથે દોડ્યો. શત્રુઓ વીરદેવને છોડી શંબલ તરફ વળ્યા. વિરદેવના શરીર પર ઘણા ઘા પડી ચૂકયા હતા. તે જમીન પર પડી ગયો. 'અંજલિએ એ દૃશ્ય જોયું. તે વીજળીવેગે દોડી અને વીરદેવને ઉઠાવ્યો. ઉઠાવીને તેણે ઘોડા પર નાંખ્યો. પોતે પણ ઘોડા પર ચઢી ગઈ.. ઘોડો દોડાવી મૂકયો.
શંબલે શત્રઓ સાથે સંતાકૂકડી રમવા માંડી. રાત્રિનો અંધકાર તેને સારો સહયોગ આપી રહ્યો હતો. તેને ખ્યાલ હતો કે અંજલિ વીરદેવને લઈની ભાગી છૂટી છે. શંબલ તેમને મળી જવા માંગતો હતો. વીરદેવના બીજા સુભટો ખતમ થઈ ગયા હતા. શંબલ અંધકારનો લાભ ઉઠાવી ભાગી છૂટ્યો. જંગલના અટપટા માર્ગોએ થઈને તે વીરદેવને ભેગો થઈ જવા દોડવા માંડયો.
માગધ-સુભટોએ જોયું કે શત્રુ ભાગી ગયો. તેમણે પીછો કર્યો પરંતુ તેમણે વિચાર્યું કે શત્રુ રાજગૃહી તરફ ભાગી રહ્યા છે. તેમને આશ્વાસન મળ્યું. આગળ પુન: તેઓ પકડાઈ જશે એમ મન મનાવી તેઓ પાછા વળ્યા.
અંજલિ અશ્વને પૂરા વેગથી દોડાવ્યે જતી હતી, શંબલ પણ પાછળ દોડી રહ્યો હતો. શંબલને પુનઃ આપત્તિનાં એંધાણ વરતાયાં, તેણે અંજલિને બૂમ પાડી.. બૂમ પાડીને જ્યાં દશ કદમ આગળ વધ્યો, તેણે જોયું તો, અંજલિની બે બાજુએથી લગભગ પચાસ-સો સુભટો મશાલ સાથે આવી રહ્યા હતા.
0
0
0
For Private And Personal Use Only