________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૨
રાજગૃહી તરફ નહી..” ‘તારા વજમય બાહુમાં.' નહીં.” તો તું જ કહે!'
આમાં!' વીરદેવે મ્યાનમાંથી લપકતી ચમકતી લાંબી તલવાર ખેંચી કાઢી હવામાં ઘુમાવી.
અંજલિ હસી પડી. હસતાં હસતાં તેણે કહ્યું: વીરદેવ, તલવારને મ્યાન કર.. તારા પરાક્રમમાં મને વિશ્વાસ છે.” મધ્યાહુનનો સમય થઈ ગયો હતો. વિરદેવે વિશ્રાંતિ માટે યોગ્ય સ્થાન શોધવા ચારેકોર દૃષ્ટિ દોડાવી. થોડે દૂર એક ઘાસની કુટિર જેવું દેખાતું હતું.
“અંજલિ પેલી તૃણ-કુટિરમાં વિશ્રામ કરીએ તો?' 'ના.' કેમ?”
એ તૃણ-કુટિર રાજમાર્ગ પર આવેલી છે. આપણે એવા સ્થાને રહેવું જોઈએ કે જે રાજમાર્ગથી દૂર હોય.”
ડરે છે?' ડરવાનું ન હોય, સાવધાની રાખવી જોઈએ.”
ભલે, તારી યોજના પર ચાલવાનું છે ને?' વીરદેવ અશ્વ પરથી નીચે ઊતરી ગયો અને અશ્વની લગામ પકડી તે ચાલવા લાગ્યો. રાજમાર્ગ પરથી પચાસ હાથ દૂર એક ઘટાદાર વૃક્ષોનું ઝુંડ હતું. સહુ એ તરફ વળ્યાં. સ્થાન સુંદર હતું. સહુએ અશ્વોને બાંધી દીધા અને વૃક્ષની છાયામાં બેઠા. સુભટોએ સાથે લીધેલું શંબલ લાવીને અંજલિ સામે મૂક્યું. અંજલિએ પાંચ સુભટોને શંબલમાંથી તેમને યોગ્ય ભોજન આપ્યું અને પોતે વીરદેવની સાથે ખાવા લાગી.
ભોજન કરી વિરદેવ એક વૃક્ષ નીચે જઈને, વ્યાઘ્રચર્મ બિછાવીને સુઈ ગયો. સુભટો એક બાજુ જઈને આડા થયા અને વાતે વળગ્યા. અંજલિ વૃક્ષને અઢેલીને આડી થઈ.
દિવસનો ચોથો પ્રહર શરૂ થયો. અંજલિએ વીરદેવને હાક મારી. વાતો કરતાં કરતાં ઊંઘી ગયેલા સુભટો પણ જાગી ગયા. અને તૈયાર કરવામાં આવ્યા અને ઝડપથી સહુ ત્યાંથી નીકળી પડ્યા.
For Private And Personal Use Only