________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૦.
રાજગૃહી “તો પછી?”
શ્રીષેણના નિવાસસ્થાન પર તપાસ રાખવા ગુપ્તચરોને કહી દેવું જોઈએ અને સીમા પર સાવધાની રાખવી જોઈએ, આ કામ દંડનાયક સુમનનું છે.” ‘એ કાર્ય હું સંભાળી લઈશ, દંડનાયક સુમને જવાબદારી સ્વીકારી લીધી.
એટલું જ નહીં, અયોધ્યાનો જે ગુપ્તચર હાથ લાગે તેને જીવતો પકડી લેવો અથવા ખતમ કરી દેવો.”
સેનાપતિ સુગુપ્ત દંડનાયકને આજ્ઞા કરી. “જેવી આજ્ઞા.” સુમને ઊભા થઈ, મસ્તક નમાવી કહ્યું.
મહામંત્રીજી, સાથે સાથે એ પણ તપાસ આરંભી દો કે શ્રીષણની શું ગતિવિધિ છે.' સમ્રાટ યશોધરે મણિરત્નને આજ્ઞા કરી.
જેવી મગધેશ્વરની આજ્ઞા!' મહામાત્યે મસ્તકે અંજલિ જોડી આજ્ઞાને ધારણ કરી.
મગધેશ્વર સાથેની આ મંત્રણાઓના સમાચાર ત્વરિત ગતિથી શ્રીષેણ પાસે પહોંચી ગયા. શ્રીષેણની મુત્સદ્દીગીરી સામે આવી. મંત્રણાઓનું કોઈ મહત્ત્વ ન હતું. તેમણે બે ક્ષણમાં જ વિચારી લીધું. એક ગુપ્ત લેખ તૈયાર કરવા બેસી ગયા. ચાર ઘડી સુધી તેમણે લખ્યા જ કર્યું. પછી ગુપ્ત લેખને બંધ કરી, તેના પર મહોર છાપી, એક ગુપ્ત પેટીમાં તે મૂકી દીધો અને બહાર આવ્યા.
શ્રીષેણના નિવાસસ્થાનની બહાર એક બ્રાહ્મણ શ્રીષેણની પ્રતીક્ષા કરતો ઊભો હતો. શ્રીષેણે તેને જોયો, કે તરત તેને અંદર લીધો અને ધીમા સ્વરે પૂછ્યું:
વરદેવના કોઈ સમાચાર?' વીરદેવે મગધ-ભૂમિમાં પ્રવેશ કરી દીધો છે.” અહીં ક્યારે પહોંચશે?” “ત્રણ દિવસમાં.” સરસ.'
શ્રીષેણ તેને કરવા યોગ્ય ભલામણો કરી અને રાજમહેલ તરફ રવાના થયા. બ્રાહ્મણ ત્યાંથી ગુપ્ત માર્ગે ચાલ્યો ગયો.
૦ ૦ ૦
For Private And Personal Use Only