________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૯
જૈન રામાયણ
હા, પરંતુ ચિંતાજનક નથી.’ મગધેશ્વરે ઠંડા હૃદયે જવાબ આપ્યો;
મગધ સમ્રાટ માટે શું ચિંતાજનક હોઈ શકે? પરંતુ રાજનીતિમાં સાવધાની રાખવી આવશ્યક હોય છે.'
મહામાત્યની વાત સુયોગ્ય છે.' મગધપતિ હસીને બોલ્યા.
તો સમ્રાટને મારી વિનંતી છે કે કૂટનીતિજ્ઞ સૂર્યદેવનું મંતવ્ય જાણવા કૃપા થાય.' મહામંત્રીએ સૂર્યદેવ સામે જોયું.
કહો સૂર્યદેવ, તમારું શું મંતવ્ય છે?' સમ્રાટે સૂર્યદેવને પૂછ્યું.
મગધ સમ્રાટની સેવામાં મારે એટલું જ કહેવાનું છે કે અયોધ્યાના મહામંત્રી શ્રીષેણ પર ચાંપતી નજર રાખવી આવશ્યક છે. તેણે રાજગૃહીમાં પોતાની કીર્તિ ફેલાવી છે. સાથે સાથે અહિંસક જૈન સંસ્કૃતિનો પ્રચાર પણ આરંભ્યો છે. બ્રાહ્મણો જેન શ્રમણના અનુરાગી બનવા લાગ્યા છે.'
“શ્રીષેણ સાથે મારી વાતચીતમાં તથા મહામંત્રીની વાતચીતમાં એવું કોઈ જ તત્ત્વ ન નીકળ્યું કે તે આપણો દ્રોહ કરે.' “તો પછી અહીં આવીને રહેવાનું શું પ્રયોજન છે?” સૂર્યદેવે પ્રશ્ન કર્યો.
અયોધ્યા પર મગધેશ્વરની આણ વર્તાવવાનું તેનું લક્ષ છે; તે માટે તેની સાથે અમારો પરામર્શ ચાલી રહ્યો છે.”
એ વાત ન સમજાય તેવી છે. શ્રીર્ષણ. અયોધ્યાનો મહામાત્ય તેવો મૂર્ખ ન હોય કે સામે ચાલીને પોતાને પરાધીન બનાવવા આવે! અયોધ્યા પર શ્રીર્ષણનો પ્રભાવ અક્ષણ છે. જ્યારથી દશરથના વધની વાત સાંભળી છે, ત્યારથી એ પણ સાંભળ્યું છે કે અયોધ્યાનું રાજ્ય મહામાત્ય શ્રીષેણના નેતૃત્વમાં ચાલી રહ્યું છે. આશ્ચર્ય તો એ છે કે નવા રાજાનો રાજ્યસિંહાસન પર અભિષેક કરવામાં આવતો નથી! પ્રજા તરફથી તેવી કોઈ માંગણી થતી નથી! છે આ ગ્રીષેણની રાજનીતિની સિદ્ધિ!”
સૂર્યદેવની વાત પર મગધ-સમ્રાટ વિચારમાં પડી ગયા. તેમના ચિત્તમાં અનેક શંકાઓ જાગવા લાગી.
તો હવે શું કરવું જોઈએ?” સમ્રાટે મહામંત્રી સામે જોયું. ‘શ્રીષણને કારાગાર ભેગો કરી દેવો જોઈએ.” સેનાપતિ સુગુપ્ત આવેશમાં આવીને કહ્યું.
નહીં, તેથી રાજગૃહીમાં ખળભળાટ મચી જશે, ને પ્રજા અનેક કુશંકાઓથી ઘેરાઈ જશે.”
For Private And Personal Use Only