________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૪૭ એક વાર શ્રીષણ પ્રભાતમાં પોતાના નિવાસસ્થાનના પ્રાંગણમાં બેસી યાચકોને દાન આપી રહ્યા હતા. બ્રાહ્મણ યાચકો શ્રીષેણનો જયજયકાર કરતા આવતાજતા હતા ત્યાં રાજમાર્ગ પર કોલાહલ થતો સંભળાયો.
મેલા વસ્ત્રથી આવૃત્ત, હાથમાં કાષ્ઠના પાત્ર સમેત, નીચી દૃષ્ટિથી ચાલતા એક જૈન ભિક્ષુ આવી રહ્યા હતા. તેમની પાછળ બ્રાહ્મણોનું એક ટોળું જૈન ભિક્ષુની તર્જના-નિંદા કરતું આવી રહ્યું હતું. ભિક્ષુ શ્રીષેણના નિવાસસ્થાન આગળ આવ્યા. શ્રીષણ તરત ઊભા થયા અને રાજમાર્ગ પર આવી ભિક્ષુનાં ચરણોમાં વંદના કરી અને ચરણ-પૂલી માથે ચઢાવી. શ્રીષણનું અનુકરણ સેંકડો બ્રાહ્મણ વાચકોએ કર્યું. આ જોઈને પાછળ ચાલ્યા આવતા બ્રાહ્મણો ચકિત થઈ ગયા. તેમાંનો એક અગ્રણી બ્રાહ્મણ આગળ આવ્યો અને શ્રીષેણને પૂછ્યું:
હે આયુષ્યમાન, તમે વિચક્ષણ અને દાની પરદેશી સગૃહસ્થ છો. તમારી કીર્તિ અમે સાંભળી છે, પરંતુ આ તમારું આચરણ અમને વિપરીત લાગ્યું.”
હે વિપ્રશ્રેષ્ઠ, તમે ગંભીર દૃષ્ટિથી વિચારશો તો સત્ય તત્ત્વ સમજાશે.”
શું આવા અશુચિમય ધર્મમાં સત્ય તત્ત્વ હોઈ શકે? આવા સાધુને પ્રણામ કરી, તમે તમારા યશને કલંકિત કર્યો છે.” “હે દ્વિજરત્ન! શુચિ-ધર્મ અને અશુચિ ધર્મનો વિવેક કરવો ઉચિત છે.'
સ્નાન નહીં, સંધ્યા-પૂજન નહીં, વેદ-પાઠ નહીં, યજ્ઞ-યાગ નહીં... એ ધર્મ કેવો?” બ્રાહ્મણે રોષયુકત સ્વરમાં કહ્યું..
હે વિદ્વાન! આ મહામુનિની આશાતના ન કરો.”
આ મહામુનિ બ્રહ્મચર્યરૂપી સ્નાનથી પરમ પવિત્ર છે. આત્મા-પરમાત્માનું એકાગ્રધ્યાન એમનું સંધ્યાપૂજન છે; દ્વાદશાંગીના તેઓ પારગામી છે. અહિંસા તેમનો યજ્ઞ છે. કેવળ તેમના બાહ્ય શરીર અને વસ્ત્રોને જોઈ તેમની જુગુપ્તા ન કરો.' શ્રીષેણે પુન: મુનિનાં ચરણોમાં વંદના કરી. યાચકબ્રાહ્મણોએ પણ અનુકરણ કર્યું.
મનસ્વિનું, આવું પવિત્ર જીવન આ મહામુનિનું છે, એ અમે જાણતા ન હતા. અમે તેમની અવજ્ઞા કરી પાપીપાર્જન કર્યું. અમને તેનું પ્રાયશ્ચિત ફરમાવો.'
હે બ્રાહ્મણો, આ મહામુનિનાં ચરણોમાં વંદના કરી પાપનું પ્રાયશ્ચિત માંગો.” બ્રાહ્મણોએ મુનિનાં ચરણોમાં વંદના કરી, પાપનું પ્રાયશ્ચિત માગ્યું. મેલાઘેલા મુનિનું ઠેરઠેર સ્વાગત કરી અહિંસામય ધર્મનું પ્રકાશન કરવા માંડયું. યજ્ઞવાદી બ્રાહ્મણોમાં ભારે રોષ ફેલાવા લાગ્યો. વાત મગધ-મહામાત્ય પાસે પહોંચી.
For Private And Personal Use Only