________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૬
રાજગૃહી બીજી બાજુ મગધ સમ્રાટે હિંસક બ્રાહ્મણ સંસ્કૃતિને પણ પોતાના રાજ્યમાં ફળવા-ફૂલવા દીધી હતી. પ્રતિદિન અનેક હિંસક યજ્ઞો થતા હતા. તેમાં સેંકડો નિરપરાધી પશુઓ હોમાતાં હતા. કોઈ નિર્દોષ મનુષ્યો પણ બલિ બનતા હતા. લોભી અને આડંબરી બ્રાહ્મણો ધર્મના નામ ઉપર પશુ-માંસ અને નર-માંસની મહેફિલ ઉડાવતા હતા. કેટલાક વિશિષ્ટ રાજપુરુષને એ બધું ખટકતું હતું, પરંતુ સમ્રાટની સરમુખત્યારી સામે તેઓ લાચાર બની જોયા કરતા હતા.
રાજગૃહીમાં છેલ્લા દસ દિવસથી એક વાત રસપૂર્વક અને કુતૂહલપૂર્વક ચર્ચાઈ રહી હતી. રાજપુરુષોમાં વિશેષ કરીને ચર્ચાનો વિષય બની હતી.
રાજ ગહીના સંગેમરમરના રાજમાર્ગ પરથી એક ઊંચો, કદાવર, પ્રૌઢ મહાપુરુષ નિશ્ચલ ગતિથી પસાર થતો હતો. રાજગૃહીનાં નરનારીઓ એને મુગ્ધ બનીને જોઈ રહેતાં હતાં. આ મહાપુરુષ અયોધ્યાના મહામંત્રી શ્રીષણ હતા. લોકોમાં વાત ચર્ચાઈ રહી હતી કે અયોધ્યાપતિ રાજા દશરથનો લંકાપતિ રાવણના અનુજ બિભીષણ દ્વારા વધ થઈ ગયા પછી અયોધ્યામાં ભારે અરાજકતા વ્યાપી ગઈ છે. અયોધ્યાના મહામંત્રી આ પરિસ્થિતિનો લાભ ઉઠાવવા મગધ સમ્રાટની સહાયતા દ્વારા અયોધ્યાના અધિપતિ બનવા ચાહે છે. એ અંગે મંત્રણા કરવા માટે તેઓ રાજગૃહીમાં આવ્યા છે.
રાજપુરુષોમાં પણ તરેહ તરેહની કલ્પનાઓ થતી હતી. શ્રીષેણ દસ દિવસથી રાજગૃહીમાં આવ્યા હતા. બીજે જ દિવસે તેઓ મગધ મહામાન્ય મણિરત્નને મળ્યા અને ત્રણ કલાક સુધી ગુપ્ત મંત્રણાઓ કરી. ત્રીજા દિવસે પણ તેઓએ મણિરત્ન સાથે સવારે બે કલાક અને સાંજે બે કલાક મંત્રણાઓ કરી.
ચોથે દિવસે સમ્રાટને મળવાનું નક્કી થયું. શ્રીષેણ મણિરન સાથે સમ્રાટને મળ્યા. કલાકો સુધી વાતચીત કરી.
શ્રીષેણે પોતાનું નિવાસસ્થાન નગરની મધ્યમાં રાખ્યું હતું. દસ દિવસમાં તો શ્રીષેણે રાજગૃહીના સમસ્ત રાજપુરુષો સાથે પોતાનો સંપર્ક સ્થાપી દીધો. રાજગૃહીના રાજપુરુષો શીર્ષણની બહુમુખી પ્રતિભાથી પ્રભાવિત થયા. શ્રીષેણ. જેવી રીતે રાજનીતિમાં કુશળ હતા તેવી રીતે ધર્મનીતિમાં પણ પારંગત હતા. તેઓ ભગવાન ઋષભદેવની અહિંસામય ધર્મસંસ્કૃતિના આરાધક હતા. રાજગૃહીના બ્રાહ્મણો સાથે પણ તેઓ સંબંધ સ્થાપિત કરવા ચાહતા હતા. તેમણે ધીરે ધીરે બ્રાહ્મણોને દાન દેવાનો પ્રારંભ કર્યો. દીન-દુઃખીને અઢળક સંપત્તિનું દાન દેવા માંડ્યું. શ્રીર્ષણનું નિવાસસ્થાન યાચકોથી ઊભરાવા માંડ્યું. બીજી બાજુ રાજગૃહીમાં શ્રીષેણની કીર્તિ પણ પ્રસરવા માંડી.
For Private And Personal Use Only