________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૩૯૧ દશરથ વિચારમાં પડી ગયા. મિત્રના વિરહની કલ્પનાથી તેમના મુખ પર ગંભીરતા અને ગ્લાનિ આવી ગયાં. તે જોઈ જનક બોલ્યા:
“રાજન, આપને હજુ અયોધ્યા જવું ઠીક નથી. જ્યારે મારા માટે મિથિલામાં કોઈ ભય નથી, માટે મને અનુજ્ઞા મળવી જોઈએ ?' ‘તમારી વાત બુદ્ધિમાં જચે છે, પરંતુ હૃદય તમને જવા દેવા નથી ચાહતું.”
જનક-દશરથનો વાર્તાલાપ ચાલી રહ્યો હતો ત્યાં મહારાજા શુભમતિ આવી પહોંચ્યા.
બે રાજેશ્વરી શાની મસલત કરી રહ્યા છે?' મિથિલાપતિ મિથિલા જવાનું કહે છે.” દશરથે કહ્યું. ‘મિથિલા તો જવાનું જ છે. ઉતાવળ શું છે?' રાજ્યને લાંબો સમય સૂનું મૂકવું ઠીક નહીં.” જનકે પ્રયોજન બતાવ્યું.
તે વાત તો ઠીક છે. પરંતુ મિથિલાનું મંત્રીમંડળ વફાદાર છે, પછી ચિંતા શા માટે કરવી?”
મંત્રીમંડળની વફાદારી વિષે બે મત નથી, પરંતુ...” દશરથે મજાક ઉડાવી. “પરંતુ મિથિલાની સ્મૃતિ થઈ આવી છે... તે સહન થતી નથી!
“એ વાત પણ સાચી છે રાજન! મિથિલાની પ્રજાનું ક્ષેમકુશળ તે મારું ક્ષેમકુશળ!'
જનકનું મિથિલા-પ્રયાણ નકકી થઈ ગયું. રાજા શુભમતિએ સેંકડો હાથીઘોડા અને વિશાળ પરિવાર સાથે વિદાય આપી. દશરથ જનકને ભેટી પડ્યા. બંને મિત્રોની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી, શુભમતિનું હૃદય પણ ભરાઈ આવ્યું.
જનકનો રથ ગતિશીલ બન્યો. રાજન, કૌતુકમંગલને ભૂલી ન જશો,” શુભકિતએ ગદ્ગદ્ સ્વરે જનકને કહ્યું.
કૌતુકમંગલ તો જીવનનું અવિસ્મરણીય સંભારણું બની ગયું છે રાજન! આપને મિથિલા પધારવાનું મારું આમંત્રણ છે.'
જરૂર. અવસર આવ્યું મિથિલા આવીશ..” “જય જિનેન્દ્ર !' જય જિનેન્દ્ર!”
For Private And Personal Use Only