________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૌતુકમંગલના અવનવા રાત્રી ઘણી વીતી ગઈ હોવાથી નૃત્ય, ગાયન, વાદન બધું અલ્પ સમયમાં બંધ કરવામાં આવ્યું. દશરથે સહુને યોગ્ય પુરસ્કારથી નવાજ્યા. ગાયકવૃન્દ દશરથકેયીને પ્રણામ કરી રવાના થયું. શયનખંડમાં રહ્યાં માત્ર દશરથ ને કેકેવી.
થોડીક ક્ષણો મૌનમાં વીતી. ‘દેવી, તમારી યુદ્ધ કળા પર હું ખુશ થયો છું.” દશરથે વાતનો પ્રારંભ કર્યો. નાથ, આપની વીરતા આગળ મારી યુદ્ધકળા તુચ્છ છે.' મારી વીરતા, તમારા રથચાલનની કુશળતા પર નભી હતી.' આપની વીરતાએ મારી કુશળતાને જાગ્રત કરી હતી, દેવ!'
ગમે તે હો, પરંતુ રથ હંકારવાની આવી અજોડ કળા પર મારું હૃદય ઓવારી જાય છે, દેવી અયોધ્યાપતિ તેના પુરસ્કાર રૂપે કોઈ વરદાન માંગવા કહે છે, માંગો.'
એ અયોધ્યાપતિની ઉત્તમતા છે.” દેવી, વરદાન માંગો.' હમણાં જ
“હા.'
“અયોધ્યાપતિનું વરદાન હમણાં અયોધ્યાપતિ પાસે રહે. હું અવસરે માંગીશ.” જેવી દેવીની ઇચ્છા.” દીપકો ઝાંખા થવા લાગ્યા. મધ્યરાત્રિ થઈ ચૂકી હતી. કેકેયીએ શયનખંડનાં દ્વાર બંધ કર્યા. રાજમંદિરના પ્રહરીએ ત્રીજો પ્રહર શરૂ થયાનો નાદ કર્યો.
કૌતકમંગલમાં પૂરા ચાર મહિના વીતી ગયા. શુભમતિના રાજકુટુંબમાં આનંદમંગલ વર્તાઈ ગયો. મિથિલાપતિએ એક દિવસ અવસર જોઈ દશરથને કહ્યું:
રાજન, થોડા દિવસથી મનમાં એક વિચાર આવ્યા કરે છે.' શું?' મિથિલા જવાનો.” “શું ઉતાવળ છે?'
અહીં રહેવાનું હવે શું પ્રયોજન છે? પ્રયોજન વિના અન્ય સ્થાને રહેવું બુદ્ધિમાન પુરુષ માટે ઉચિત ન ગણાય.”
For Private And Personal Use Only