________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૩૯૯ શિવભદ્ર સાથે ધર્મચર્ચા અને રાજ્યચર્ચા કરતા. શ્રી શિવભદ્રના આશ્રમમાં વીરદેવને જોતા હતા. મહામંત્રીને વીરદેવ આકર્ષતો હતો. તેમણે આચાર્ય શિવભદ્રને વીરદેવના કુળ-વંશ વિષે એકવાર પૃચ્છા પણ કરેલી પરંતુ શિવભદ્ર તેનો ઉત્તર નહીં આપેલો. તેઓ વીરદેવના કુળ-વંશને પ્રગટ કરવા નહોતા ચાહતા.
જ્યારે મહામંત્રીને કૌતુકમંગલથી મહારાજા દશરથનો સંદેશો મળ્યો; મહામંત્રીએ તેના પર ગંભીરતાથી વિચારણા કરી. મગધવિજય માટેની પૂર્તિ કરવા માટે સુયોગ્ય પુરુષોની આવશ્યકતા હતી. જો કે અયોધ્યામાં એક-એકથી ચઢિયાતા વિચક્ષણ વીર પુરુષો હતા. પરંતુ મહામંત્રીની દૃષ્ટિમાં આચાર્ય શિવભદ્રનો શિષ્ય વીરદેવ વસી ગયો હતો. તેમણે આચાર્ય પાસે વાત મૂકી. આચાર્યે વાતને સ્વીકારી લીધી. વીરદેવ તૈયાર થઈ ગયો. મહામાત્ય વીરદેવને કાર્યની પ્રાથમિક ભૂમિકા સમજાવી દીધી અને મહારાજા દશરથ પર એક પત્ર લખી આપી, તેને કૌતુકમંગલ તરફ રવાના કર્યો. કેટલાક દિવસોની મુસાફરીને અંતે વીરદેવ કૌતુકમંગલમાં આવી પહોંચ્યો. રાજમહેલની બહાર અને વૃક્ષની છાયામાં છોડી, તે દશરથ પાસે આવ્યો. વીરદેવના ગયા પછી કિકેયીએ દશરથના સામે જોયું. દેવી, આ યુવાન અયોધ્યાથી આવ્યો છે.” તેજસ્વી અને શોર્યસભર છે!” ખાસ મહત્ત્વના કાર્ય માટે મહામાત્યે મોકલ્યો છે.' મહામંત્રી પોતે આવશે? તેઓ આપણા પહેલાં મગધની ભૂમિ પર પહોંચી જશે!” એટલે?
અયોધ્યાના પાંચ હજાર અજેય યોદ્ધાઓ સાથે મહામંત્રી ગુપ્તવેશમાં, મગઘમાં પ્રવેશ કરશે અને ત્યાંના રાજકારણનો અભ્યાસ કરી, આક્રમણની ભૂમિકા સાફ કરશે!”
મહારાજાની દીર્ઘદ્રષ્ટિ ધન્યવાદને પાત્ર છે.”
આગંતુક યુવાન વીરદેવ મગધમાં મહામાત્ય શ્રીપેણને મળી ત્યાંની મહત્ત્વપૂર્ણ બાબતો લઈ આપણને પહોંચાડશે.' “તો શું અહીંથી વીરદેવ એકાકી મગધ-પ્રયાણ કરશે? તેની સાથે...' કોઈને મોકલવાની જરૂર લાગે છે, એમ?”
For Private And Personal Use Only