________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૪૦૩ અંજલિ બાળા છે માટે ?' બાળા અને બિનઅનુભવી.' “તો ગુરુ ગૌડપાદના આશ્રમમાં સાત વર્ષનો અભ્યાસ અનુભવમાં નહીં ગણાય?' “ગણાય અને ન પણ ગણાય!'
પણ મને અંજલિનો અનુભવ છે ને? એનામાં એવી યોગ્યતા છે, કે જે યોગ્યતા આપણે ચાહીએ છીએ.” દશરથ મૌન રહ્યા. કેકેયીએ આગળ કહ્યું. પણ એક વાત છે...' શી વાત?” વીરદેવને એક સૂચન કરવું પડશે.” “કહો.' પરાક્રમ વીરદેવનું અને યોજના અંજલિની! યોજના મુજબ વીરદેવે ચાલવાનું.” કહી દેવાશે.” તો અયોધ્યાપતિનું કાર્ય સિદ્ધ થયું સમજવું!' દશરથ હવે વિલંબ કરવા નહોતા ચાહતા. વિરદેવને જલદી રવાના કરવાની તેમની ભાવના હતી. તેમણે કૈકેયીને વાત કરી. બીજે જ દિવસે રવાના કરવાનું નક્કી થયું.
કેકેયીએ મહારાજા શુભમતિ સાથે અંજલિને મગધ મોકલવા અંગે વાતચીત કરી. શરૂઆતમાં તો શુભમતિને ઠીક ન લાગ્યું. પરંતુ કિકેયીએ કાર્યની મહત્તા સમજાવી અને અંજલિનું સામર્થ્ય બતાવ્યું ત્યારે શુભમતિ પણ સંમત થઈ ગયા.
- દશરથ, શુભમતિ અને કેકેયીની બેઠક થઈ. વરદેવ અને અંજલિને બોલાવવામાં આવ્યાં. દશરથે કહ્યું.
વીરદેવ, મગધ પહોંચતાં સુધી અને મગધથી અહીં આવતાં સુધી અંજલિ તારી સાથે રહેશે.”
જેવી અયોધ્યાપતિની આજ્ઞા.” પરાક્રમ તારું અને યોજના અંજલિની.” બરાબર.'
For Private And Personal Use Only