________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૪૦૧ “સાચી વાત.
“એવી તે શાની ચિંતા વળગી છે?' અંજલિ કેકેયીના પડખે ભરાઈને બેસી ગઈ. કેકેથી તેની સામે જોઈ રહી; જાણે અંજલિનું પાણી માપતી હોય! જિલ પણ અનિમેષ નયને કેકેયીના સામે તાકી રહી.
અંજલિ ગુરુ ગૌડપાદના આશ્રમમાંથી હમણાં જ અભ્યાસ પૂર્ણ કરીને આવી હતી. જો કે ગૌડપાદની ઇચ્છા હજુ પણ તેને અભ્યાસ કરાવવાની હતી, પરંતુ કેકેયીના સ્વયંવર પ્રસંગે અંજલિ કૌતુકમંગલમાં આવવા ચાહતી હતી. મહારાજા શુભમતિએ અંજલિને આઠ વર્ષની વયમાં જ ગૌડપાદના આશ્રમમાં અધ્યયનાર્થે મૂકી હતી. બરાબર સાત વર્ષ સુધી અંજલિએ સુંદર વિદ્યાધ્યયન કર્યું. અનેક કળાઓમાં તે પારંગત બની. વીણાવાદનમાં તો તેણે એવી સિદ્ધિ મેળવી કે તેની બરાબરી કરનાર એ કાળે બહુ વિરલ વ્યક્તિઓ જ હતી. ખુદ ગુરુ ગૌડપાદે પણ અંજલિની આ સિદ્ધિ પર ખૂબ આશીર્વાદ આપ્યા. રાજનીતિમાં પણ અંજલિની સૂમ બુદ્ધિએ ઊંડી સૂઝ પ્રાપ્ત કરી લીધી હતી.
અંજલિ, મારી ચિન્તા તે દૂર કરી શકે એમ છે!' કૈકેયીએ અંજલિના માથે હાથ મૂકી કહ્યું.
પણ ચિંતા શી છે? એ કહ્યા વિના મને શી ખબર પડે! “એક મહત્ત્વના કાર્ય માટે મગધ જવાનું છે.” એ મહત્ત્વનું કાર્ય?’ એ તને રસ્તામાં વીરદેવ કહેશે.” વીરદેવ? કોણ છે એ?” અયોધ્યાનો વીરપુરુષ! તારે તેને સાથ આપવાનો છે.” અયોધ્યાની રાણી વિચાર કરીને બોલે છે?” *
હા અંજલિ, ગંભીર વિચાર કરીને કહું છું. વીરદેવની સાથે તારા જવાથી અયોધ્યાપતિનું કાર્ય સરળ બનશે.” અંજલિ વિચારમાં પડી ગઈ. જા, આજની રાત વિચાર કરી કાલે પ્રભાતે તારી નિર્ણય જણાવજે.' અને તમે પિતાજી સાથે વાત કરી જોજો.” ભલે.'
For Private And Personal Use Only