________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૨
મગધ-અભિયાનની પૂર્વતૈયારી અંજલિ ચાલી ગઈ. આવી ત્યારે ચપળતા હતી, ગઈ ત્યારે ગંભીરતા હતી! કૈકેયીનું મન પ્રફુલ્લ બની ગયું હતું. અંજલિની કાર્યશક્તિ પ્રત્યે કેકેયીને પૂર્ણ વિશ્વાસ હતો. વીરદેવની સાથે અંજલિના જવાથી તેને અવશ્ય કાર્યની સિદ્ધિ લાગતી હતી.
કૈકેયી આ વિચારતી હતી ત્યાં મહારાજા દશરથે પ્રવેશ કર્યો. કૈકેયી સફાળી વિચાર-નિદ્રામાંથી જાગીને ઊભી થઈ ગઈ. મહારાજા સુખાસન પર બેઠા. કૈકેયી પતિનાં ચરણોમાં ભૂમિ પર બેસી ગઈ.
દેવી, મેં તમને રાજખટપટમાં નાખી તમારા મનને ઉદ્વિગ્ન બનાવી દીધું!'
“અધ્યાપતિના સાંનિધ્યમાં મન સદેવ પ્રસન્ન છે. સ્વામીના કાર્યમાં ઉદ્વેગ શાનો?”
વીરદેવ સાથે બધી વાતચીત કરી લીધી.” “શું લાગ્યું ?' વીરદેવમાં વફાદારી, સાહસ, શૌર્ય ઠાંસી ઠાંસીને ભરેલાં છે.' તો એની સાથે...'
સાથે તો કોઈ કુશાગ્ર બુદ્ધિશાળી વ્યક્તિ જોઈશે જ. કારણ કે વાટ લાંબી છે. માર્ગ પણ વિકટ છે. કાર્ય અસાધારણ છે.”
મેં એવી વ્યક્તિ પસંદ કરી છે.' “કોણ?'
‘તરત!' “અંજલિ!' અંજલિ? નાની બહેન!'
“હા.”
‘દશરથ ક્ષણભર કેકેયીના સામે જોઈ રહ્યા. કેકેયી હસું-હસું થઈ રહી ને હસી પડી. ‘અયોધ્યાપતિને મારી વાતમાં સંશય લાગ્યો? સંશય નહિ, કુતૂહલ જરૂર!”
For Private And Personal Use Only