________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૦
મગધ-અભિયાનની પૂર્વતૈયારી
જે તે એની સાથે ન જઈ શકે. આપત્તિને સમયે એને સહાયતા કરી શકે તેને મોકલવો જોઈએ, કારણ કે મગધની ભૂમિ પર પગ મૂકતાંની સાથે ચકોર, બાહોશ અને સ્વદેશાભિમાની માગધો સાથે કામ લેવાનું રહેશે. ઝપાઝપીનો પ્રસંગ પણ આવી જાય.’
‘તમારી વાત વિચારણીય છે, દેવી, તે છતાં આ અંગેનો નિર્ણય ખુદ વીરદેવને પૂછ્યા પછી લેવો ઠીક રહેશે.'
‘અયોધ્યાપતિ અહીંથી પ્રયાણ ક્યારે કરવા ચાહે છે?'
વીરદેવ મગધથી પાછો ફરે, ત્યારબાદ.'
મધ્યાહ્નનો સમય થઈ ગયો હતો. ભોજન કરવાનું બાકી હતું. કૈકેયી દશરથને લઈ ભોજનગૃહમાં ગઈ.
બીજી બાજુ અતિથિગૃહમાં ગયેલો વીરદેવ સ્નાન-પૂજા આદિ નિત્ય-કૃત્યોથી નિવૃત્ત થયો. મહારાજા દશરથના રાજ્યભિષેક-સમયે તેણે દશરથનાં દર્શન કર્યાં હતાં. દશ૨ના ગુણો અને પરાક્રમ તેને નિરંતર સાંભળવા મળતાં હતાં. આજે એક મહત્ત્વપૂર્ણ પુરુષના રૂપે દશરથની સામે ઉપસ્થિત થવાનું મળતાં, તેને ઘણો હર્ષ થયો હતો.
વીરદેવ પરાક્રમી હતો, પરંતુ તેને રાજનીતિની કુટિલતાનો અનુભવ ન હતો. તેનામાં સાહસ હતું, પરંતુ પરિસ્થિતિને માપી લેવાનું ધૈર્ય ન હતું. દશરથની ચકોર દૃષ્ટિમાં આ વાત આવી ગઈ હતી. તેથી તેની સાથે કોઈ સુયોગ્ય વ્યક્તિને મોકલવાનું તેને ઉચિત લાગ્યું હતું. દશરથે કૈકેયી સાથે પરામર્શ કર્યો. કૈકેયી પણ વિચારમાં પડી ગઈ. વીરદેવની સાથે એવી વ્યક્તિ જોઈએ કે જે વીરદેવના સ્વભાવથી, શૌર્યથી અને કાર્યપદ્ધતિથી પરિચિત હોય. અવસરે, વીરદેવને પૂર્ણતયા સહાયક બની શકે. એટલું જ નહીં, પરંતુ તેની વફાદારીમાં પણ જરાય શંકા કરવાની ન હોય.
કૈકેયીએ ઘણું વિચાર્યું. કૌતુકમંગલના એક એક રાજપુરુષ પર તેની દૃષ્ટિ ફરી વળી, પરંતુ તેના મનનું સમાધાન ન થયું. તે વિચારમગ્ન બની ગઈ. તેવામાં કૈકેયીની નાની બહેન ‘અંજલિ' ત્યાં આવી પહોંચી.
‘મોટીબહેન, આજે તો ખૂબ વિચારમગ્ન લાગો છો?’
‘હું.'
‘આટલી વિચારમગ્નતા તો સ્વયંવર વખતે પણ ન હતી.' અંજલિએ વ્યંગ
કર્યો.
For Private And Personal Use Only