________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪. મગઘ-અંભિયાનની પૂર્વતૈયારી કરી નાથ, સમ્રાટ હરિવાહને આપને કેવો સહયોગ આપ્યો?'
સમ્રાટ પોતાના સેનાપતિ વિક્રમરાજને દસ હજાર ચુનંદા સૈનિકો સાથે મોકલવા તૈયાર થયા છે.” ઠીક છે, મિથિલાથી સમાચાર આવી ગયા?' હા, ગઈ કાલે જ મંત્રી સુનંદ મિથિલાથી આવી ગયા.” ‘શા સમાચાર લાવ્યા?'
ખુદ મહારાજા જનકે આવવાની તત્પરતા બતાવી, પરંતુ ખુદ મિથિલાપતિને કષ્ટ આપવું ઉચિત ન લાગતાં સુનંદે ઇન્કાર કર્યો.' “તો?'
મિથિલાના મહામંત્રી સોમપ્રભ પાંચ હજાર કસાયેલા સૈનિકો સાથે મિથિલાથી રવાના થઈ ગયા છે.”
સોમપ્રભ વિષે મંત્રી સુનંદે શ અભિપ્રાય આપ્યો?'
સોમપ્રભ મિથિલાનું રત્ન છે. તેમનું સાહસ અને તેમની વીરતા ખુદ મહારાજા જનક પણ વખાણે છે.”
કૈકેયીને સંતોષ થયો. તેની વિચરણ પ્રતિભાનો સહયોગ દશરથ માટે ઘણો જ કિંમતી હતો. દશરથ કયીની પ્રતિભાનો એક વાર લાભ ઉઠાવી ચૂકયા હતા, તેથી મગધઅભિયાનમાં પણ પુનઃ કૈકેયીની બુદ્ધિનો અને બળનો લાભ ઉઠાવવા ચાહતા હતા, તેથી અવારનવાર તેઓ કૈકેયીને વર્તમાન પરિસ્થિતિથી વાકેફ રાખતા હતા.
કકેયી સાથે દશરથની મંત્રણા ચાલી રહી હતી ત્યાં પ્રતિહારીએ આવીને દશરથના હાથમાં મહોરયુક્ત પત્ર મૂક્યો અને પાંચ કદમ દૂર જઈને આદેશની પ્રતીક્ષા કરતો ઊભો.
દશરથે મહોર તોડી પત્ર ખોલ્યો. એકીશ્વાસે પત્ર વાંચી લઈ પ્રતિહારી સામે જોયું. “પત્ર લાવનારને હાજર કરો.”
જેવી મહારાજાની આજ્ઞા.” પ્રતિહારી ગયો અને થોડી જ ક્ષણોમાં એક પુરુષને લઈને હાજર થયો.
For Private And Personal Use Only