________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૫
જૈન રામાયણ કર્યું અને યુદ્ધકેદી રાજાઓને રાજ સન્માન્ય અતિથિરૂપે રાજ્યના અતિથિગૃહમાં લઈ જવામાં આવ્યા.
સ્નાન-ભોજનાદિ કૃત્યોથી પરવારી રાજા શુભમતિ સમ્રાટને લઈને દશરથના આવાસમાં પધાર્યા. દશરથે બંને પૂજ્યોનું યથોચિત સ્વાગત કર્યું અને યોગ્ય આસને બિરાજિત થવા વિનંતી કરી.
“રાજન, હું ક્યારનો વિચારી રહ્યો છું કે આ મહાન વીરપુરુષ કોણ છે? હજુ સુધી મારું સમાધાન થયું નથી.” સમ્રાટે શુભમતિ સામે જોઈને કહ્યું. “મારું સમાધાન પણ ઘણું મોડું થયું છે! શુભમતિએ સ્મિત કરતાં કહ્યું.
જો કે વીરપુરુષોનું પરાક્રમ જ તેમના ઉચ્ચ કુળગોત્રનું પરિચાયક હોય છે. આ પરાક્રમીનું યુદ્ધકૌશલ જોઈને હું એ અનુમાન કરું છું કે આ વીરપુરુષ કોઈ અસાધારણ પુરુષ છે.'
સમ્રાટની ધારણા સત્ય છે.” શુભમતિએ પ્રત્યુત્તર આપ્યો. “તો હવે હું જાણવા માગું છું કે કયા ઉત્તમ વંશનું આ દેદીપ્યમાન રત્ન છે?' ઈક્વાકુ વંશનું.” હું?’ “જી હાં!'
ઓહો! અયોધ્યાપતિ મહારાજા દશરથ!” “સત્ય.'
સમ્રાટ હરિવહન સહ સિંહાસન પરથી ઊભા થયા અને દશરથને પોતાના બાહુપાશમાં લઈ, તેમના મસ્તકે વારંવાર ચુંબન કર્યું. દશરથે સમ્રાટના ચરણનો સ્પર્શ કર્યો અને પૂજ્યભાવ વ્યક્ત કર્યો. રાજન, કૈકેયીએ ઉત્તમ વંશના પરાક્રમી પુરુષને વરીને યોગ્ય જ કર્યું છે.' હવે સમ્રાટના આશીર્વાદ જોઈએ.” શુભમતિ બોલ્યા. “મેં આશીર્વાદ આપવાની મારી યોગ્યતા ખોઈ નાંખી રાજન, હું ઓળખી ન શક્યો આ વીરપુરુષને! અને અયોગ્ય આચરણ કરી અયોધ્યા સાથેના મારા પવિત્ર સંબંધોને કલંકિત કર્યા.'
નહીં, પૂજ્ય; એક સ્વમાની રાજેશ્વરને છાજે તે પ્રમાણે જ આપે કર્યું છે.' દશરથે કહ્યું.
For Private And Personal Use Only