________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૩
જૈન રામાયણ
કોઈ એક નવું રાજ્ય પ્રાપ્ત કરવાની.” “પછી?” ‘ત્યાં દીર્ઘકાળ રહેવાની.” તો અયોધ્યા જવાનું ક્યારે? ઘણી વાર છે.” “તો ત્યાં મહાદેવી અપરાજિતા અને સુમિત્રાનું શું?” નવા રાજ્યની સ્થાપના થતાં બોલાવી લઈશું.” કયા રાજ્ય પર અયોધ્યાપતિની દૃષ્ટિ ઠરી છે?' “મગધ!'
કેકેથી મગધનું નામ સાંભળી ચમકી ઊઠી અને પલંગમાં બેઠી થઈ ગઈ; અને દશરથના સામે ટગર ટગર જોઈ રહી. “નાથ આપના જેવા પરાક્રમી માટે મગધનું રાજ્ય પ્રાપ્ત કરવું સુલભ છે.' “તે માટે વિશિષ્ટ યોજના બનાવવી પડશે.” જરૂર, મગધસમ્રાટ યશીધરને પરાજિત કરવો યોજના વિના દુષ્કર છે.”
દેવી કેકેયી આ યોજના બનાવે.” દશરથે મગધ પર આક્રમણની યોજના બનાવવા કૈકેયીને કહ્યું.
એ કાર્ય તો અયોધ્યાપતિનું છે. હું તો અયોધ્યાપતિની છાયા માત્ર છું.' જનકના મિથિલાગમન પછી દશરથને વધુ સમય શ્વસુરગૃહે રહેવાનું ઉચિત ન લાગ્યું. બીજી બાજુ, અયોધ્યામાં જવું પણ ઠીક ન લાગ્યું. આ પરિસ્થિતિમાં તેની દષ્ટિ નવા જ રાજ્ય ઉપર વિજય મેળવી લેવા માટે દોડી, તેણે તે માટે મગધનું રાજ્ય પસંદ કર્યું. નાનાં નાનાં રાજ્યો પર વિજય મેળવવામાં પોતાના વીર્ય-પરાક્રમનું અપમાન જેવું લાગ્યું. તેણે પોતાનો વિચાર કેકેયીને કહ્યો.
કિકેયી એક અસાધારણ સ્ત્રી-રત્ન હતું. તેના જીવનમાં સતીત્વ અને વીરત્વનો સમન્વય થયેલો હતો. તેની બુદ્ધિ સૂક્ષ્મ હતી, તેની યોજના-શક્તિ અદ્ભુત હતી. જે કાર્ય તે માથે લેતી તેને સાવધાનીપૂર્વક નિષ્ઠાથી પાર પાડવાની તેનામાં ક્ષમતા હતી. પતિની ઇચ્છા મગધનું રાજ્ય લેવાની જાણી, કૈકેયીનું મન તેની યોજનામાં પરોવાઈ ગયું.
મહારાજા શુભમતિએ પણ જ્યારે દશરથનો મનોરથ કાર્યો ત્યારે તેઓ
For Private And Personal Use Only