________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯ર
કૌતુકમંગલના અવનવા રથની ગતિ તીવ્ર બની અને થોડી ક્ષણોમાં રથ દૂર નીકળી ગયો.
અયોધ્યાથી ગુપ્તવેશમાં નીકળી જવું, મિથિલામાં જનકને મળવું, જનકનું પણ ગુપ્તવાસમાં સાથીદાર બનવું, જંગલોમાં ભટકતા ભટકતા કૌતુકમંગલ નગરમાં આગમન થવું, કિકેયીના સ્વયંવરનું રચાવું.. સ્વંયવરમાં પોતાનું જવું ને કેકેયીનું પોતાના ગળામાં માળારોપણ કરવું, હરિવાહન વગેરે રાજાઓનું પરાજિત કરવું અને જનકનું મિથિલા તરફ પ્રયાણ કરવું !
દશરથનાં મન ચક્ષુ સામે ક્રમશઃ એક પછી એક દૃશ્યો દેખાવા લાગ્યાં. બિછાનામાં પડવા છતાં તેને નિદ્રા નહોતી આવતી. ભૂત-ભાવિના વિચારોમાં આજે તે દોડી રહ્યો હતો. ક્યારેક આનંદ, ક્યારેક ખેદ! ક્યારેક અતીતના સ્મરણની મધુરતા તો ક્યારેક ભાવિના અસ્પષ્ટ ચિત્રની વિષમતા! દશરથના મનની આ દુવિધા કેકેયી પારખી ગઈ હોય તેમ તેણે પૂછ્યું :
સ્વામીનાથ, આજ આપને નિદ્રા નથી આવતી?” સાચી વાત છે દેવી.” ‘અયોધ્યાપતિને કઈ ચિંતા સતાવી રહી છે?” ચિંતા?”
હા, ચિતા!' કેકેયી હસી પડી, ‘દેવીના મિલન પછી કોઈ ચિંતા રહી નથી.' દશરથે કેકેયી સામે જોઈને કહ્યું. “તો પછી નિદ્રાદેવીનું મિલન કેમ થતું નથી?'
એક વિચાર કરી રહ્યો છું.” “મારાથી છુપાવવા જેવો ન હોય તો એ વિચાર મહારાજા પ્રગટ કરે.” દેવીથી છુપાવવા જેવું શું હોય છે? ઘણું બધું! કેવી રીતે? સ્ત્રીઓથી ઘણું બધું છૂપાવ્યા વગર અયોધ્યામાં રાજ્ય ન ચલાવી શકાય!' ઓહ! રાજનીતિમાં તમારું અધ્યયન ઊંડું છે.” દશરથ હસી પડ્યા. હવે મૂળ વાત કહેવા કૃપા થાય.' મૂળ વાત છે કૌતુકમંગલ છોડવાની.” “પછી?'
For Private And Personal Use Only