________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૪
કૌતુકમંગલના અવનવા દશરથને મળ્યા અને તેમના વિચારો જાણી લીધા. મગધ-અભિયાનમાં સર્વ પ્રકારની સહાયતા કરવા માટે વચન આપ્યું. બીજી અનેક પ્રકારની યુદ્ધ-સંબંધી વાર્તા-વિચારણાની અંતર્ગત ઉત્તરાપથના સમ્રાટ હરિવાહન વગેરે રાજાઓને સન્માનપૂર્વક મુક્ત કરી દેવાનું વિચારાયું અને ત્યારબાદ દશરથે હરિ વાહન સાથે મંત્રણા કરવી તથા મગધ-અભિયાનમાં હરિવાહનનો પૂર્ણ સહયોગ લેવો, એ પણ નક્કી થયું.
બીજે જ દિવસે શુભમતિ દશરથને લઈને કારાવાસમાં પહોંચ્યા. કારાવાસના દ્વાર પર બે લોહપુરુષો નગ્ન ખડગ સાથે પહેરો ભરી રહ્યા હતા. મહારાજા શુભમતિનું આગમન થતાં પ્રહરી ખસી ગયા અને ઝૂકીને પ્રણામ કર્યા.
કારવાસના દરવાજા ખોલી દો.” શુભમતિએ આજ્ઞા કરી. તરત એક પ્રહરી આગળ થયો અને એક પછી એક, એમ ત્રણ દરવાજા ખોલી નાંખ્યા. શુભમતિએ ઈશારો કર્યો. પ્રહરી ત્યાંથી ચાલ્યો ગયો.
કારાવાસની એ કોટડીમાં ઉત્તરાપથનો સમ્રાટ હરિવહન એક બિછાના પર પડ્યો હતો. જાણે પાંજરામાં પુરાયેલો સિંહ સૂતો હોય! કારાવાસના દરવાજા ખૂલવાનો અવાજ સાંભળી તે દ્વાર પર દૃષ્ટિ રાખીને જોઈ રહ્યો હતો કે કોણ આવી રહ્યું છે. જ્યાં તેણે શુભમતિને અને દશરથને જોયા, તે ઊભો થયો અને સામે આવ્યો. “સમ્રાટનું શુભ સ્વાગત કરું છું.” શુભમતિએ કોટડીમાં પ્રવેશતાં કહ્યું. “સમ્રાટ તો હું નથી, આ વીરપુરૂષ છે.” દશરથ સામે ઇશારો કરતાં હરિવાહને કહ્યું.
નહીં રાજન! હું તો ઉત્તરાપથના સમ્રાટનો મિત્ર છું.' દશરથ બોલ્યા.
મૌન છવાયું. દશરથ તો સૂમદૃષ્ટિથી પરિવાહનના તેજસ્વી ચહેરાને જોઈ રહ્યા હતા.
“સમ્રાટ આજથી કૌતુકમંગલના માનનીય અતિથિ છે. હું વિનંતી કરું છું કે તેઓ રાજમહેલમાં પધારે.'
મહારાજા શુભમતિનો આગ્રહ હું સ્વીકારું છું.' શુભમતિ અને દશરથ હરિવહનને લઈ કારાવાસની બહાર નીકળ્યા. કારાવાસના અધિપતિને આજ્ઞા કરી કે અન્ય રાજાઓને પણ મુક્ત કરી રાજ્યના અતિથિરૂપે તેમનું સન્માન કરવું.” કારાવાસના અધિપતિએ આજ્ઞાનું પાલન
For Private And Personal Use Only