________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૩
કૌતુકમંગલના અવનવા
‘એમ કહેવું અયોધ્યાપતિ માટે શોભારૂપ છે.'
દશરથ સમ્રાટ હરિવાહનને જોઈ રહ્યા. હરિવાહન યૌવનને વટાવી ગયેલા હોવા છતાં તેમનું શરીર સશક્ત, કદાવર અને સૌન્દર્યશાળી હતું. પ્રતાપની લાલિમા અને ઐશ્વર્યનું ઓજસ તેમના ભવ્ય મુખારવિંદ પર ઝગારા મારી રહ્યું હતું. તેમની આંખોમાં શાસન સંચાલનની મુત્સદ્દીગીરી અને સૂક્ષ્મતા વર્તાઈ રહ્યાં હતાં. તેમના વજ્ર જેવા બાહુઓમાં શત્રુનું મર્દન કરવાની તાકાત દૃષ્ટિગોચર થતી હતી. વિશાળ વક્ષઃસ્થળ વિપુલ ભોગવિલાસની સાક્ષી દઈ રહ્યું હતું.
મહારાજા શુભમતિએ સમ્રાટ હરિવાહનને એક મહિનો કૌતુકમંગલમાં રોકાવાનો આગ્રહ કર્યો. દશરથે પણ સમર્થન કર્યું. સમ્રાટને આગ્રહને વશ થવું પડ્યું!
દશરથે હવે પોતાની યોજના પાર પાડવાનું કાર્ય આરંભી દીધું.
For Private And Personal Use Only