________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
0 83. તુમાસના અવનવા એક
=
=
“મહાપુરુષ, આપનું બળ અપરિમેય છે. આપનું સાહસ શ્લાઘનીય છે, આપની યુદ્ધકળા સર્વશ્રેષ્ઠ છે... ખરેખર, હરિવહન જેવા સમ્રાટ રાજાને પરાજિત કરી, આપે આપની તેજસ્વિતા સિદ્ધ કરી..”
મહારાજા શુભમતિએ દશરથના ખભે બે હાથ મૂકી દશરથના પરાક્રમને બિરદાવ્યું. યુદ્ધભૂમિ પર દશરથે શુભમતિને તેમજ જનકને બાજુ પર ઊભા રાખી એકલા હાથે હરિવહન વગેરે રાજાઓને પરાસ્ત કર્યા, તે જોઈને શુભમતિનું હૃદય હર્ષથી નાચી ઊઠ્યું.
રાજન, આ વિજય આપની સુપુત્રીને આભારી છે. જો તેણે કુશળતાથી રથનું સારથિપણું ન કર્યું હોત તો વિજય પ્રાપ્ત થવો દુષ્કર હતો !”
હે પરાક્રમી, મેં મારી નજરે રણસંગ્રામ જોયો છે. તમારું પરાક્રમ અદ્વિતીય છે. હવે તો તમારે તમારાં નામ ગોત્ર બતાવવાં પડશે!'
દશરથ હસી પડ્યા. જનક પણ હાસ્ય દબાવી ન શક્યા. “ચાલો રાજમંદિરે, ત્યાં શાંતિથી બધી વાત કરીશું દશરથે શુભમતિનો હાથ પકડ્યો અને બંને રથમાં ગોઠવાયા. પિતાની બાજુમાં આવીને કૈકેયી પણ રથમાં ગોઠવાઈ ગઈ અને રથ નગર તરફ દોડવા લાગ્યો. પાછળ ચતુરંગી સૈન્ય પણ હરિ વાહન વગેરે રાજાઓને કાષ્ઠના પિંજરામાં પૂરીને ચાલવા લાગ્યું. નગરવાસીઓ દશરથ પર પુષ્પની વૃષ્ટિ કરતા કરતા મત્ત થઈ રાજમાર્ગો પર નૃત્ય કરવા લાગ્યા.
રાજમંદિરે આવી શુભમતિ, દશરથ, જનક વગેરે સ્નાનાદિથી નિવૃત્ત થયા અને સાથે બેસી ભોજન કર્યું. રાજમંદિરના ભવ્ય ચોકમાં ત્રણ સિંહાસન ગોઠવાઈ ગયાં હતાં અને પાછળ ભદ્રાસન ગોઠવી દેવામાં આવ્યાં હતાં. શુભમતિ, દશરથ અને જનક સિંહાસન પર ગોઠવાઈ ગયા અને કૈકયી પોતાની માતા સાથે પાછળ ભદ્રાસન પર બેસી ગઈ.
રાજન, પહેલાં તો મારે ક્ષમા માંગવી જોઈએ કે મેં આપને કષ્ટમાં નાંખ્યા” દશરથે વાતનો પ્રારંભ કર્યો.
એ ક્ષમા ત્યારે આપવામાં આવશે, કે જ્યારે કષ્ટ આપનાર પોતાની સાચી ઓળખાણ આપશે!” શુભમતિએ ગંભીર બનીને કહ્યું... પરંતુ ગંભીર વચને હાસ્ય રેલાવી દીધું!
For Private And Personal Use Only