________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૬
સીતા-સ્વયંવર આગળ ચલતી જાય છે. અચાનક કકેયી થંભી થઈ. તેણે એક સાદા કાષ્ઠાન પર બિરાજિત પ્રતાપી અને પ્રભાવસંપન્ન યોગીને જોયો. જતાં જ કેકેયીનું શરીર રોમાંચિત થઈ ગયું. તેની રોમરાજી વિકસ્વર બની ગઈ. વિના વિલંબે તે યોગીની નિકટ પહોંચી અને વરમાળા યોગીના ગળામાં આરોપી દીધી!
સ્વયંવર-મંડપમાં સ્તબ્ધતા છવાઈ ગઈ, ઉત્તરાપથનો પરાક્રમી રાજા હરિવાહન, મેઘવાહન, સિંહરાજ, યક્ષરાજ વગેરે ક્રોધથી ધમધમી ઊઠ્યા. હરિવાહને ત્રાડ પાડી.
કોણ છે આ જોગીડો? શું અધિકાર છે અને રાજકન્યાને ગ્રહણ કરવાનો? હમણાં હું એને બતાવી આપું છું કે રાજકન્યા કેવી રીતે લઈ જઈ શકાય છે. સુભટો, ઘેરી લો આ બાવાને. હાથીના પગ નીચે તેને કચડી નંખાવો, તેનું માંસ કૂતરાંઓને ખવરાવી દો.'
રાજા શુભમતિએ મનમાં વિચાર્યું : “ભલે આ યોગી હોય, પરંતુ મારી પુત્રી તેને વરી છે. મારો તે જમાઈ છે. મારે તેનું રક્ષણ કરવું કર્તવ્ય બની જાય છે.” રાજા શુભમતિ યોગીવેશમાં રહેલા રાજા દશરથની પાસે આવીને ખડા થઈ ગયો.
દશરથે હરિવહનની ગલીચ ગર્જના પર માત્ર હાસ્ય વેર્યું અને કહ્યું: “અરે ઘમંડી રાજા, મને ઘેરી લેવા માટે તારે બીજો જન્મ લેવો પડશે. જો હું તને અહીંથી જવા દઉં છું. તને એકલાને ભૂશરણ કરવામાં મારું પરાક્રમ લાજે! તું તારી સેના લઈને આવ. સાથે તારા ગોઠિયા રાજાઓને પણ આ યોગીના હાથનો પ્રસાદ ચાખવા લેતો આવજે!”
રાજા હરિવાહન વગેરે રાજાઓ ધૂંધવાતા - બરાડા પાડતા પોતપોતાની શિબિર તરફ ચાલ્યા અને યુદ્ધની તૈયારીઓ આરંભી.
આ બાજુ રાજા શુભમતિએ પોતાના સૈન્યને સજ્જ કરી દીધું. જ્યારે દશરથે જનકને ઈશારો કરી વેશપરિવર્તન કરી દેવા સૂચવી દીધું. જનક શુભમતિને લઈને ખાનગી ગૃહમાં ગયા અને પોતાને ઉચિત વેશ મંગાવી, યોગીવેષ દૂર કરી, રાજવીનો વેશ ધારણ કરી લીધો. શુભમતિને કંઈ સમજ ન પડી. જનક માત્ર શુભમતિની સામે હસ્યા અને હાથ પકડી દશરથની પાસે આવ્યા.
મહારાજાનો સંશય દૂર કરો!' જનકે દશરથને હસતાં હસતાં કહ્યું. “રાજન આમને ન ઓળખ્યા! આ તો મિથિલાપતિ રાજા જનક પોતે છે!” દશરથે ભેદને ફોડતાં કહ્યું.
For Private And Personal Use Only