________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
उ८४
સીતા-સ્વયંવર “હા રાજન, હજુ આપણે ગુપ્તવેશમાં જ રહેવું ઉચિત છે, કારણ કે સર્વત્ર જાહેર થઈ ગયું છે કે “અયોધ્યાપતિનો બિભીષણે વધ કર્યો છે.' દશરથે કહ્યું.
હજુ મારા વધની વાત સાંભળવા મળી નથી.” જનકે પૂછ્યું. “ના, સંભવ છે, બિભીષણ મારા વધથી જ સંતોષ માનીને લંકા ચાલ્યો ગયો હોય.’ “તો પછી મારે ગુપ્તવેશને ધારણ કરવાની હવે શી જરૂર છે?'
સાચી વાત છે, પરંતુ સ્વયંવરમાં આવેલા દેશદેશના રાજાઓના મુખે શું સાંભળવા મળે છે, તેનો પાકો નિર્ણય કરી લઈએ પછી તમે ગુપ્તવેશને ઉતારી નાંખો, તો ઠીક રહેશે.'
ભલે એમ હો.” બન્ને રાજાઓ મોડી રાત સુધી વાતો કરતા રહ્યા; પછી સૂઈ ગયા. પરંતુ નિદ્રા ન આવી. શ્રી નવકારમંત્રનું ધ્યાન ધરતાં બે પ્રહર વીતી ગયા. ત્રીજા પ્રહરમાં નિદ્રાદેવીના ખોળે પોઢી ગયા.
રાજા શુભમતિએ સ્વંયવર – મંડપની અદૂભુત રચના કરાવી. સ્વયંવરહેતુ રાજા-મહારાજાઓનાં ઉચિત સિંહાસનો ગોઠવાઈ ગયાં, સ્વયંવર- મંડપને દ્વારે મંત્રીમંડળ સાથે રાજા શુભમતિ આગંતુક રાજા-મહારાજાઓનાં સ્વાગત કરતા ઊભા રહ્યા.
એક પછી એક રાજા પોતપોતાની ઋદ્ધિ-સમૃદ્ધિ સાથે આવવા લાગ્યા. રાજા શુભમતિ, સસ્મિત સબહુમાન સ્વાગત કરવા લાગ્યા. ભાટચારણો પોતપોતાના રાજાની ભવ્ય બિરૂદાવલી બોલવા લાગ્યા. નગરના અગ્રગણ્ય નાગરિકો પણ આવવા લાગ્યા. સ્વયંવરને જોવા માટે તો હજારો સ્ત્રી-પુરુષો પહેલેથી આવીને પોતાને સ્થાને ગોઠવાઈ ગયાં હતાં. સૌના હૃદયમાં કુતૂહલ અને આશ્ચર્ય સાથે નિરવધિ આનંદ ઊછળી રહ્યો હતો.
સહુ રાજા-મહારાજાઓ અને રાજકુમારો સ્વયંવરમંડપમાં પ્રવેશી ગયા પછી, બે તેજસ્વી યોગી-પુરુષો સ્વંયવરમંડપને ધારે આવી પહોંચ્યા. રાજા શુભમતિએ આગંતુક યોગીપુરુષોને ચરણે વંદના કરી સ્વાગત કર્યું. યોગીપુરુષોએ શુભમતિને શુભાશિષ આપી.
શુભમતિએ યોગીપુરુષોને, સહુ તેમને જોઈ શકે અને તેઓ સહુને નીરખી શકે, એમ એક અલગ સ્થાને કાષ્ઠાસન પર આરૂઢ કર્યા.
For Private And Personal Use Only