________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૩૮૩ દશરથે જનક સામે જોયું.
તે હૈ મહારાજ, તમે સ્વયંવર જોવા પધારશો?” આવનાર બીજા એક ગૃહસ્થ કૌતુકથી પૂછ્યું.
હા ભાઈ! દૂર પરદેશથી અહીં આવી ચડડ્યા છીએ તો વળી જોઈ લઈએ આ સ્વયંવર, એમ વિચાર થાય છે. દશરથે હસતાં હસતાં જવાબ આપ્યો.
“હા મહારાજ, સાવ સાચી વાત છે. સ્વયંવર તો સાચોસાચ જોવા જેવો થશે! અમારી રાજકુંવરી કોના, કયા ભાગ્યશાળીના ગળામાં વરમાળા આરોગ્યે છે, એ જોવાનું છે!' એક જુવાને કહ્યું,
જેના ગળામાં આરોપશે તે તો ન્યાલ થઈ જશે ભાઈ!' બીજા જુવાને ધીમા અવાજે કહ્યું.
“પરમ દિવસે જ જે તે ફેંસલો થઈ જશે!” આવેલાઓમાંથી એક પ્રોઢ માણસ બોલ્યો અને દશરથ તરફ વળી તેણે કહ્યું.
મહારાજ, એકાદ ભજન સંભળાવો, પછી ઘર તરફ વળીએ.” દશરથે પરમાત્માની સ્તવનાનું એક સુંદર ભજન સંભળાવ્યું અને નગરજનો બંને યોગીઓને વારંવાર નમી નગર તરફ રવાના થયા.
નદીના જલપ્રવાહનો શાન્ત કોલાહલ અને વન્ય પશુઓના પદસ્પર્શથી થતા અવાજ સિવાય ત્યાં પૂર્ણ શાંતિ પથરાઈ. યોગીવેશધારી બંને પરાક્રમી રાજવીઓ પોતાના ભૂતભાવિના વિચારમાં પડી ગયા.
રાજન, આપણે સ્વયંવરમાં જવું છે?” જનકે પૂછ્યું. કેમ, તમારો શો વિચાર છે?' રાજા હરિવાહન પોતે સ્વયંવરમાં પધાર્યા છે. મને તો લાગે છે કે એ જ કૈકયીને લઈ જશે!”
એવું શાથી લાગ્યું? એ ઉત્તરાપથન એક મહાન રાજા છે.” મિથિલાપતિ, એક મહાન રાજા બનવું તેનું પુણ્ય જુદું છે, જ્યારે એક સુંદરીના વલ્લભ બનવાનું પુણ્ય ભિન્ન હોય છે! આપણે એ જવા માટે તો જવું છે!' દશરથે જનકના ચિત્તનું સમાધાન કર્યું.
બંને રાજાઓ પુનઃ ગહન વિચારમાં પડી ગયા. આપણે ગુપ્તવેશે જ સ્વયંવરમાં જવું છે?'
For Private And Personal Use Only