________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેન રામાયણ
૩૮૫ રાજપુરોહિતે લલકાર કર્યો :
મુહૂર્તનો - સમય આવી પહોંચ્યો છે, મહાકુલ પ્રસુતા શીલસૌન્દર્ય - અલંકૃતા રાજપુત્રી કૈકેયી સ્વયંવર- મંડપમાં પ્રવેશે.'
જેવી આજ્ઞા' એક બહુમૂલ્ય વસ્ત્રથી આવૃત્ત અલંકારોથી સજ્જ પ્રૌઢ કુલાંગનાએ રાજપુરોહિતની આજ્ઞાનો સ્વીકાર કર્યો અને તે અત્યંતરગૃહમાં ચાલી ગઈ.
સહુની દૃષ્ટિ અત્યંતગૃહના દ્વારે મંડાઈ ગઈ.
અલ્પસણોમાં જ કુલાંગનાની સાથે રાજપુત્રી કેકેયીએ સ્વયંવર મંડપમાં પદાર્પણ કર્યું.
જાણે ઘનઘોર વાદળોમાંથી પૂર્ણમાનો ચાંદ બહાર નીકળ્યો! સૌન્દર્ય-નીતરતી તેની દેહલતાનાં દર્શન કરતાં જ દર્શકો મુગ્ધ થઈ ગયા. કૈકયીના રૂપ-સૌદર્યો રાજા-મહારાજાઓનો ૩પ-ગર્વ ઓગાળી નાંખ્યો.
મંડપમાં મંગલવાદ્યો વાગી ઊઠ્યાં, શરણાઈઓના મધુર સૂરો રેલાઈ પડ્યા અને મૃદંગના નાદે કષીએ સ્વયંવરની પસંદગી કરવા પગ ઉપાડ્યા બે હાથમાં ખીલેલા સુગંધિત પુષ્પોની માળા લઈ તે આગળ વધી. તેની આગળ તેની ધાવમાતા ચાલી રહી હતી.
ધાવમાતા એક-એક રાજાના કુલનું વર્ણન કરે છે. તેના યશને ગાય છે, તેના બળને વખાણે છે. તેના રાજ્યની સમૃદ્ધિનું વર્ણન કરે છે. કેકેયી નીચી દષ્ટિએ ધ્યાનપૂર્વક સાંભળે છે, આગળ વધે છે. તેના આગળ વધવાની સાથે વર્ણવાયેલો રાજા વીલો પડી જાય છે અને પોતાના બદકિસ્મતને રડે છે.
એક પછી એક રાજાઓને વટાવ્યા, કોઈના પર કૈકેયીની પસંદગી ન ઊતરી. એક પછી એક રાજકુમારોને વટાવ્યા, કોઈના ગળામાં વરમાળા ન આરોપાઈ. રાજા શુભમતિનું ચિત્ત ચિંતાતુર બન્યું. નગરજનો અને મંત્રીમંડળ આશ્ચર્ય સાથે હૃદયમાં અકળામણ અનુભવી રહ્યાં.
કેકેયીને શું થયું છે? એણે શું ધાર્યું છે? આટલા બધા રાજાઓ અને રાજકુમારોમાંથી કોઈ પસંદ ન પડ્યો? હવે કોના ગળામાં વરમાળા નાખશે?' સહુના મનમાં વિર્તકો ઊઠવા માંડ્યા. નાપસંદગી પામેલા રાજાઓ અને રાજકુમારો તો રાજા શુભમતિ પર અને કૈકેયી પર રોષે ભરાયા. જાણે કે પોતાનું હડહડતું અપમાન તેમને લાગ્યું. કકેયી આગળ વધતી જાય છે. ધાવમાતા મૌન છે. તે મૌનપણે આગળ
For Private And Personal Use Only