________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૯
જૈન રામાયણ ‘એ ઓળખાણ મહારાજા જનક આપે તો ચાલશે ?' જરૂ૨!' દશરથે જનક સામે જોયું અને બંને મિત્રોનાં મુખ હસી પડ્યાં.
આ મહાપુરુષનું નામ છે દશરથ, અયોધ્યાના અધિપતિ.” ‘હું?” શુભમતિ સિંહાસન પરથી ઊભા થઈ ગયા. કેકેયી આશ્ચર્ય સાથે આનંદના સાગરમાં જઈ પડી.. અને મહારાણી તો રાજીના રેડ થઈ ગઈ! “જી હા! આપના જમાઈ અયોધ્યાપતિ મહારાજા દશરથ છે.” ‘વાત સમજાતી નથી!” શુભમતિએ પુનઃ સિંહાસન પર બેસતાં કહ્યું. કારણ કે આપે જાણ્યું છે કે દશરથનો વધ થયો છે! જનકે સ્પષ્ટીકરણ કર્યું. સાચી વાત.”
પરંતુ તે ખોટી વાત છે! વધ દશરથની મૂર્તિનો થયો છે. દશરથ તો બિભીષણના આગમન પૂર્વે અયોધ્યાથી અલોપ થઈ ગયા હતા!”
તો તે બિભીષણ ઘણો ઠગાયો!'
સાચે જ. હજુ પણ એ તો ભ્રમણામાં જ છે. દશરથ વધથી તે નિશ્ચિત બની ગયો છે!”
જિનકે ત્યાર બાદ બધી જ વાત વિસ્તારથી કહી સંભળાવી. સાંભળીને શુભમતિ, કેકેયી અને મહારાણી આશ્ચર્ય, કુતુહલ, આનંદ અને હર્ષની મિશ્રા લાગણીઓ અનુભવી રહ્યાં.
રાત્રિ ઘણી વીતી ગઈ હતી. બીજી વાતો આગલા દિવસ પર મુલતવી રાખી, સહુ જુદાં પડ્યાં.
દશરથનું શયનમંદિર વિશિષ્ટ પ્રકારની સજાવટથી શણગારવામાં આવ્યું હતું. સેંકડો પુષ્પમાળાઓ બાંધવામાં આવી હતી. સેંકડો દીપકમાળાઓ પ્રગટાવવામાં આવી હતી. છત પર નયનરમ્ય ચિત્રો આલેખવામાં આવ્યાં હતાં. ધરાતલ પર બહુમૂલ્ય ગાલીચા બિછાવવામાં આવ્યા હતા અને દીવાલો પર ચોસઠ પ્રકારનાં શૃંગાર-ચિત્રો આકર્ષી રહ્યાં હતાં. મધ્યભાગમાં બેનમૂન કોતરણીવાળો પર્યક ઢાળવામાં આવ્યો હતો.
દશરથની સાથે કેકેયીએ શયનખંડમાં પ્રવેશ કર્યો. પરિચારિકાઓએ હર્ષથી સ્વાગત કર્યું અને ગાયકવૃન્ટે પોતાનો કાર્યક્રમ આરંભ્યો. વીણાના તાર ઝણઝણી ઊઠ્યા, મૃદંગનો મીઠો ધ્વનિ અવકાશમાં ફેલાઈ ગયો. નર્તિકાની દેહલતા આકાશમાં ઊડવા લાગી.
For Private And Personal Use Only