________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૩૮૧
બહા૨ જખ્મી થયેલા અંગરક્ષકોએ હાહાકાર કરી મૂક્યો. આખો મહેલ જાગી ઊઠ્યો. મહેલનું રક્ષકદળ દોડી આવ્યું. દાસ-દાસી વર્ગ ભેગો થઈ ગયો. અંતઃપુરમાં સમાચાર મળતાં અપરાજિતા વગેરે રાણીઓએ કાળુંકલ્પાંત કરવા માંડ્યું. તે દોડતી શયનગૃહમાં આવી પહોંચી. બીજી બાજુ મહામંત્રી વગેરે મંત્રીમંડળ પણ આવી પહોંચ્યું. મહામંત્રીએ બૂમ પાડી:
‘સેનાપતિજી, દોડો, એ હત્યારાને પકડો અને એને ભયંકર શિક્ષા કરો.'
સેનાપતિ સેંકડો શસ્ત્રસજ્જ સુભટો સાથે બિભીષણને પકડવા દોડ્યો. બિભીષણ મહેલની બહાર નીકળી ગયો હતો, અને સુભટોની પ્રતીક્ષા કરી રહ્યો હતો. જ્યાં સેનાપતિએ બિભીષણને પડકાર્યો, ત્યાં બિભીષણે ભયંકર અટ્ટહાસ્ય કર્યું. સુભટોએ તેના પર તીરોની વર્ષા વરસાવી. બિભીષણે પોતાની તલવારબાજીથી એક એક તીરને કાપી નાંખ્યાં. તે ભયાનક હુંકારો કરતો ત્રિશૂળને ઘુમાવતો સુભટો પર તૂટી પડ્યો. કંઈક સુભટોને ભૂશરણ કરતાં તે નગરની બહાર નીકળવા માંડ્યો. જોતજોતામાં હજારો સુભટોએ બિભીષણને ઘેરી લીધો. બિભીષણે વિચાર્યું : ‘મારું કામ પતી ગયું છે. હવે અહીં સંગ્રામનું કોઈ પ્રયોજન નથી.' તેથી તે આકાશમાર્ગે અયોધ્યાની બહાર નીકળી ગયો.
:
મહામંત્રી શયનગૃહના દ્વારે ઊભા રહ્યા. કોઈને પણ અંદર જવાની મનાઈ કરી. રાણીઓને આશ્વાસન આપવા માંડ્યું અને હવે મૃતકાર્ય કરવા આજ્ઞા કરી.
પ્રભાતમાં જ્યારે અયોધ્યાવાસીઓએ જાણ્યું કે લંકાપતિના અનુ અયોધ્યાપતિનો વધ કર્યો; તેઓ આશ્ચર્યથી, શોકથી, રોષથી બેબાકળા બની ગયા. ટોળેટોળાં રાજમહેલના દ્વારે ભેગાં થવા લાગ્યાં. આખા ય રાજ્યમાં ઘેરો શોક પથરાઈ ગયો. મંત્રીશ્વરે કોઈને જરાય ગંધ ન આવવા દીધી કે ‘વધ મહારાજાનો નથી થયો, પરંતુ મહારાજાની મૂર્તિનો થયો છે.'
રાજકીય ગૂઢ વાતોને કેવી રીતે પેટના પેટાળમાં રાખવી તે રાજનીતિજ્ઞ પુરુષો જાણતાં હોય છે.
બિભીષણે મિથિલા જવાનો વિચાર માંડી વાળ્યો. તેણે બુદ્ધિ લડાવી : ‘દશરથનો વધ કર્યો, હવે રામ ક્યાંથી જન્મવાના છે? અને રામ જ નહીં જન્મે તો પછી એકલી જાનકીથી શું થવાનું છે?' બિભીષણ લંકા તરફ વળ્યો.
દશરથ અને જનક મિથિલાથી નીકળી ઉત્તરાપથ તરફ વળ્યા. અનેક ગામનગરોમાં ફરતા જાત-જાતના અનુભવો કરતા તેઓ આગળ વધવા લાગ્યા. ભગવાન ઋષભદેવનું નિરંતર ધ્યાન ધરતા. જ્યાં જ્યાં જિનમંદિર મળતું ત્યાં
For Private And Personal Use Only