________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેન રામાયણ
૩૯ “શું કરવાનું છે?” મંત્રીશ્વરને બોલાવી લો.'
જનકે દ્વારપાલને હાક મારી બોલાવ્યો અને મંત્રીશ્વરને તરત બોલાવી લાવવા સૂચન કર્યું. બીજી બાજુ દશરથે જનકને બધી વાત ટૂંકમાં સમજાવી દીધી અને પ્રભાત થતાં પૂર્વે બંનેએ મિથિલા છોડી ચાલ્યા જવાનું નક્કી કર્યું. મંત્રીશ્વરે આવીને જનકને પ્રણામ કર્યા.
આ યોગીરાજને પણ પ્રણામ કરો.” જનકે હસતાં હસતાં કહ્યું. મંત્રીશ્વરની ચકોર દ્રષ્ટિએ અયોધ્યાપતિને લીધા અને સસ્મિત પ્રણામ કર્યા. દશરથે બધી વાત મંત્રીશ્વરને સમજાવવા જનકને કહ્યું.
આપ જ સમજાવી દો. જનકે દશરથને વિનંતી કરી. દશરથે સમગ્ર યોજના મંત્રીશ્વરને સમજાવી દીધી. બુદ્ધિમાન મંત્રીશ્વરને દશરથની વાત સુયોગ્ય લાગી.
હવે વિલંબ ન કરો અને એક યોગીવેશ લઈ આવો.” “હમણાં જ હાજર કરું છું.'
મંત્રીશર બહાર ગયા અને અલ્પ સમયમાં જ એક યોગીવેશ લઈને હાજર થયા. જનકે વેશને ધારણ કર્યો. બંને મિત્રો એકબીજા સામે જોઈ હસી પડયા; અને બહાર નીકળ્યા.
બહાર બે અશ્વ તૈયાર હતા. બંને યોગી અશ્વો પર આરૂઢ થયા અને ભગવાન શ્રી ઋષભદેવનું સ્મરણ કરી અશ્વોને દોડાવી મૂક્યા.
૦
૦
૦
For Private And Personal Use Only