________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
હમણાં જ દરવાજો ખોલો. મારે અગત્યનું કામ છે.” યોગીએ પુનઃ મોટા અવાજે કહ્યું.
તમે કોણ છો? ક્યાંથી આવો છો? કોનું કામ છે?” દરવાજાની જાળી ખોલી, દ્વારના દીપકનો પ્રકાશ મોટો કર્યો અને આગંતુક મનુષ્યને જોવા પ્રયત્ન કર્યો. આગંતુક યોગી પણ જાળીની પાસે ગયો અને કહ્યું:
હું એક પરદેશી યોગી છું. મારે મહારાજા જનકનું કામ છે, અગત્યનું કામ છે. તમે અત્યારે જ મને મહારાજા પાસે લઈ જાઓ.’ યોગીએ સભ્ય ભાષામાં દ્વારક્ષકને કહ્યું.
દ્વારરક્ષકે દરવાજો ખોલ્યો. યોગી અશ્વની લગામ હાથમાં પકડી નગરમાં પ્રવેશ્યો. પુનઃ દ્વાર બંધ થઈ ગયાં અને બે દારરક્ષકો યોગીની સાથે થયા.
ઝડપથી તેઓ રાજમહેલની નિકટમાં આવી પહોંચ્યા. રાજમહેલના દ્વારપાલે અવાજ કર્યો:
કોણ?
કોટવાલ!' યોગીની સાથે આવેલા બે સૈનિકોમાંથી એકે જવાબ આપ્યો. દ્વારપાલ નજીક આવ્યો. જવાબ આપનાર એક સૈનિક દ્વારપાલને થોડે દૂર લઈ ગયો અને તેના કાનમાં કંઈ વાત કરી. દ્વારપાલ યોગી પાસે આવ્યો, નખથી શિખા સુધી યોગીનું નિરીક્ષણ કરી કહ્યું.
આપની ઓળખાણ!' દ્વારપાલે પૂછ્યું. યોગીએ પોતાની કમરમાંથી એક મુદ્રિકા કાઢી અને દ્વારપાલને આપતાં કહ્યું.
મહારાજા જનકને આ તરત પહોંચાડો.' દ્વારપાલ મુદ્રિકા લઈ ઝડપથી રાજમહેલમાં ગયો.
મહારાજાના શયનગૃહની બહાર ઊભેલા દ્વારરક્ષકને ઇશારો કર્યો. તે પાસે આવ્યો. ‘મહારાજા જાગૃત જ છે... મળી શકાશે.' દ્વારરક્ષકે જવાબ આપ્યો. દ્વારપાલે મહારાજાના શયનગૃહમાં પ્રવેશ કર્યો, અને મહારાજને પ્રણામ કર્યા. મહારાજાનો જય હો.” કેમ શું છે?' જનકે પૂછયું. ‘એક પરદેશી યોગી આપને મળવા માંગે છે અને તેણે આ મુદ્રિકા આપી
For Private And Personal Use Only