________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૩૭૫ મહારાજા, મારી યોજના અનુસાર આપણે બિભીષણને ભુલભુલામણીમાં નાંખી દેવો.'
કેવી રીતે?'
એ બતાવું છું. આપને આજે રાત્રે કોઈ ન જાણે એ રીતે વેશનું પરિવર્તન કરી, અયોધ્યાથી દૂરદૂર ચાલ્યા જવાનું.”
પરંતુ બિભીષણ અહીં મને નહીં જુએ તો એ મને શોધી કાઢવા આકાશપાતાળ એક કરશે!'
એ શોધવા નહીં જાય. અહીં એ બનાવટી દશરથનો વધ કરી, કૃતકૃત્ય બની લંકા ચાલ્યો જશે!'
બનાવટી દશરથ?'
ન સમજ્યો...”
હું સમજાવું. આપની એક આબેહુબ મૂર્તિ બનાવી લેવાશે. એ મૂર્તિ એક વિશિષ્ટ લેપની બનશે, તેની અંદર લાક્ષારસ ભરવામાં આવશે. એ મૂર્તિને મહારાજાના શયનગૃહમાં, મહારાજાના પલંગમાં સુવાડવામાં આવશે. માત્ર મોટું ખુલ્લું રાખી બાકીનું શરીર ઉત્તરીય વસ્ત્રથી આચ્છાદિત કરી દેવાશે. શયનગૃહના દીપકો સાવ ઝાંખા કરી દેવાશે... અને આ રીતે મહારાજા ક્ષેમકુશળ રહેશે... કોઈનું પણ લોહી નહીં રેડાય!”
ખૂબ સરસ યોજના!’ દશરથ આનંદિત થઈ ગયા.
હા, આ વાત આપણા બે સિવાય કોઈ જ ન જાણે; યાવત્ અંતઃપુર પણ ન જાણે એવી ગુપ્ત રહેવી જોઈએ.”
જરૂર, સાવ ગુપ્ત રહેશે.' દશરથે વચન આપ્યું. બીજી એક વાત.” કહો.”
આપને તરત અયોધ્યામાં નહીં આવવાનું. કારણ કે બિભીષણના ગયા પછી કેટલોક કાળ તેના ગુપ્તચરો અયોધ્યાની આસપાસ રહેવાના. માટે આપને મારો સંકેત ન મળે ત્યાં સુધી અજ્ઞાત અવસ્થામાં જ રહેવાનું.”
વાત બરાબર છે.”
For Private And Personal Use Only