________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૩૭૩ એ પરસ્ત્રી કોણ છે? અને કોના હાથે મારું મૃત્યુ થશે?”
એ પરસ્ત્રીનું નામ છે જાનકી. તમારો વધ અયોધ્યાપતિ દશરથના પુત્રના હાથે થશે!'
એ જાનકી કોણ છે? “એ મિથિલાપતિ જનકની પુત્રીરૂપે જન્મશે.” ‘દશરથને કેટલા પુત્ર છે? હાલ એક પણ પુત્ર નથી. હવે જન્મ થશે.”
હે દશરથ, નૈમિત્તિકની આ વાત સાંભળી લંકાપતિનો લઘુ બાંધવ બિભીષણ રોષથી સળગી ઊઠ્યો. તે એકદમ પગ પછાડતો ઊભો થયો...મ્યાનમાંથી તલવાર ખેંચી કાઢી. તે બરાડી ઊઠ્યો:
“બંધ કરો આ બધો બકવાસ. હજુ જે જમ્યો નથી તેના હાથે લંકાપતિનું શિર કપાવાની વાત કરવી વાહિયાત છે. શિર તો એ દશરથ અને જનકનું કપાશે, આ મારી કટારીથી!'
બિભીષણનાં આ વચનો સાંભળી લંકાપતિને આનંદ થયો, પરંતુ મારાથી સહન ન થયું. મેં બિભીષણને કહ્યું: ‘બિભીષણ, ભાવિને મિથ્યા કરવાનો પ્રયત્ન સફળ થતો નથી.'
મારા શબ્દો સાંભળીને બિભીષણે મારી સામે જોયું; મને પ્રણામ કર્યા અને કહ્યું :
“હે દેવર્ષિ, આપનું કહેવું સત્ય હશે. પરંતુ હું આ ભવિષ્યકથનને ખોટું ઠેરવીશ. હું દશરથ અને જનક બંનેનો વધ કરીશ. પછી એ જાનકી અને એ દશરથપુત્ર ક્યાંથી પાકવાના છે? મૂનં નારિર તે: પરવા? મૂળ જ ન હોય તો ડાળીઓ ક્યાંથી નીકળવાની?”
તારી વાત બરાબર છે બિભીષણ!” લંકાપતિએ અનુમોદન કર્યું. બસ, બિભીષણે પોતાનો નિશ્ચય જાહેર કરી દીધો અને તે વિના વિલંબે અયોધ્યા અને મિથિલા પહોંચી જવાની તૈયારીઓમાં લાગી ગયો. રાવણે સભા વિસર્જન કરી. હું સભામાંથી બહાર નીકળી વિચારમાં પડી ગયો. મેં વિચાર્યું: દશરથ મારો સાધર્મિક છે. મારે એને જલદી સાવચેત કરી દેવો અને આ મરણાંત ભયથી ઉગારી લેવો. બસ, લંકામાં જરાય સમય ગુમાવ્યા વિના હું સીધો જ અહીં પહોંચ્યો.'
For Private And Personal Use Only