________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
उ७४
દશરથ નારદજીએ પોતાનું વક્તવ્ય પૂરું કરી પુનઃ લાંબી શ્વાસ લીધો. દશરથ અને મંત્રીમંડળ ગંભીર વિમાસણમાં પડી ગયું. ત્યાં નારદજી બોલ્યા:
મારે હવે અહીંથી વિના વિલંબે જનક પાસે જવું જોઈએ અને તેને પણ સાવચેત કરી દેવો જોઈએ.'
દશરથે નારદજીની ઉચિત સેવાભક્તિ કરી અને વિદાય આપી. નારદજી ગયા અને અયોધ્યાના મંત્રીમંડળને ખૂબ ચિંતાતુર કરતા ગયા! સહુ થોડો સમય વિચારમાં પડી ગયા, દશરથ પણ ગંભીર વિચારમાં પડી ગયા. દશરથે મહામંત્રીની સામે જોયું. “શું કરવું ઉચિત લાગે છે?” દશરથે પૂછ્યું. હું એ જ વિચારી રહ્યો છું.' “એમાં વિચારવાનું શું છે? ભલે બિભીષણ આવે. અયોધ્યાના વીરો તેનું સ્વાગત કરશે,' સેનાપતિએ જુસ્સામાં પોતાનો મત વ્યકત કર્યો.
‘સેનાપતિજી, તમારી વાત સાચી છે, પરંતુ સાથે બીજો એક વિચાર આવે છે...'
“શું?’
યુદ્ધમાં મોટો જીવવિનાશ થશે, લંકાપતિ આજે અર્ધભરતના અધિપતિ છે. તેનું સૈન્ય અમાપ છે. શક્તિ અપરિમેય છે.' મહામંત્રીએ પરિસ્થિતિનું દર્શન કરાવ્યું.
એનો અર્થ તો એ છે કે પ્રબળ શત્રુની શરણાગતિ સ્વીકારવી?' “ના, જરાય નહીં?' તો શો અર્થ છે?”
શત્રની શરણાગતિ સ્વીકારવી ના પડે અને નુકસાન ન થાય તેવો ઉપાય યોજવો જોઈએ!' મહામંત્રીએ પોતાની કુશળ-બુદ્ધિથી જવાબ આપ્યો.
એવો ઉપાય જ ઉચિત છે, કારણ કે બિભીષણ કોઈ રાજ્યની લિપ્સાથી નથી આવી રહ્યો. તેને તો માત્ર મારો વધ કરવો છે!” દશરથે મહામંત્રીની વાતને ટેકો આપ્યો; અને આ પ્રશ્નને યુદ્ધ સિવાયના માર્ગે હલ કરવાની સત્તા મહામંત્રીને સોંપીને સભાનું વિસર્જન કર્યું.
મહામંત્રી મહારાજા દશરથની સાથે ખાનગી મંત્રાલયમાં પહોંચ્યા. દરવાજા પર ચકોર પહેરેગીરને ગોઠવી, મહામંત્રી દશરથની સામે ભૂમિ પર બેસી ગયા.
For Private And Personal Use Only