________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૨
દશરથ લંકાપતિએ બહુમાનપૂર્વક સ્વાગત કર્યું. એણે એક ગંભીર પ્રશ્ન કર્યો: “હે પંડિતરત્ન, સંસારમાં પરિભ્રમણ કરતા જીવો જન્મે છે અને મરે છે. ભલેને દેવો “અમર” કહેવાતા હોય, માત્ર નામથી જ એ તો અમર છે, બાકી તેમને પણ મોતને શરણે થવું પડે છે!”
આપની વાત યથાર્થ છે, નૈમિત્તિકે કહ્યું.
હું એ મૃત્યુથી ડરતો નથી પરંતુ મારી જિજ્ઞાસા છે કે મારું મૃત્યુ સહજ સ્વાભાવિક થશે કે કોઈ બીજાના હાથે થશે!' લંકાપતિનો પ્રશ્ન સાંભળી લઈ નૈમિત્તિકે આંખો બંધ કરી અને અનુપ્રેક્ષામાં પરોવાયો. સમગ્ર સભા કુતુહલભર્યા મૌનમાં મગ્ન થઈ ગઈ. નૈિમિત્તિકે આંખો ખોલી લંકાપતિની સામે જોયું... જોયા જ કર્યું ત્યાં રાવણ બોલ્યો.
હે વિદ્વાન, નિઃશંક બનીને કહો, જે કહો તે સ્પષ્ટ કહે કારણ કે પંડિત પુરુષો કદાપિ સંદિગ્ધ વાત કરતા નથી.”
મહારાજા, આપનું મૃત્યુ સ્વાભાવિક નથી.” નૈમિત્તિકે કહ્યું. તો કોનાથી છે?' તે જાણીને શું કરશો?' સાવધ રહીશ.” છતાં જે ભાવિ નિશ્ચિત હોય છે તેમાં પરિવર્તન નથી થઈ શકતું.”
પરાક્રમી પુરુષ ભાવિને પગલે નથી ચાલતો, ભાવિને પરાક્રમીના પગલે ચાલવું પડે છે!” રાવણનું સહજ અભિમાન પ્રગટ થયું.
રાજન, તમારે જે જાણવું જ છે તો કહું છું આપનું મૃત્યુ એક પરસ્ત્રીના નિમિત્તે થશે.' સમગ્ર સભામાં એક ક્ષોભ વ્યાપી ગયો. મંત્રીઓ એકબીજાની, સામે જોવા લાગ્યા. તે દશરથ, હું પણ નૈમિત્તિકની વાત સાંભળી આગળની વાત જાણવા તલપાપડ થઈ ગયો! રાવણે કહ્યું: - “હે પંડિતરત્ન, તમારું કથન સત્ય છે. પૂર્વે મને એક અવધિજ્ઞાની મહાત્માએ પણ આ પ્રમાણે કહ્યું હતું. મેં ત્યારે જ પ્રતિજ્ઞા કરી હતી કે કોઈ પણ પરસ્ત્રીને તેની ઇચ્છા વિના સ્પર્શ નહીં કરું.”
આપ સ્પર્શ નહિ કરો તે સાચી વાત, પરંતુ તમારા મૃત્યુમાં પરસ્ત્રી નિમિત્ત જરૂર બનશે.” નૈમિત્તિ કે ભારપૂર્વક કહ્યું. રાવણે વાતને સ્પષ્ટ કરવા બીજો પ્રશ્ન કર્યો:
For Private And Personal Use Only