________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ,
૩૭૧ ક્ષતિ પહોંચે અને રાજ્યસંચાલનમાં ઊણપ આવે, તે નિયમિત ભગવાન ઋષભદેવના પ્રાસાદમાં જતો.
એક દિવસની વાત છે.
મહારાજા દશરથ રાજસભામાં બેઠા હતા. મંત્રીવર્ગ અને રાજ કર્મચારીઓથી રાજસભા ભરાઈ ગઈ હતી. રાજસભાનું કાર્ય આરંભાઈ ગયું હતું. ત્યાં એકાએક દેવર્ષિ નારદજીએ સભામાં પદાર્પણ કર્યું. દશરથે ઊઠી દેવર્ષિને અભિવાદન કર્યું. મંત્રીવર્ગે મહારાજાનું અનુકરણ કર્યું. દેવર્ષિ, આપનું સ્વાગત હો.” દશરથે હાથ જોડી સ્વાગત કર્યું. અયોધ્યાપતિનું કુશળ હો' દેવર્ષિએ શુભાશિષ આપી.
દેવર્ષિ, આ સુવર્ણાસન પાવન કરો.' મહામંત્રીએ દેવર્ષિને આસન પર બિરાજવા વિનંતી કરી. નારદજીએ આસન પર બેસતાં લાંબો શ્વાસ મૂક્યો.
કૃપાળુ, આપના મુખ પર ગ્લાનિ દેખાય છે.' દશરથે સિંહાસન પર બેસતાં પ્રશ્ન કર્યો. “હા રાજન, એ માટે તો દોડતો અહીં આવ્યો છું.” મારા યોગ્ય સેવા કૃપા કરી ફરમાવો.' નારદજીનું ગૌરવ કરતાં દશરથે કહ્યું, નારદજીએ આંખો બંધ કરી, થોડી ક્ષણો મૌન રહી, થાક દૂર કર્યો. રાજન, હું પૂર્વવિદેહમાં ગયો હતો...” પ્રયોજન?' “ભગવંત સીમંધર સ્વામીનો દીક્ષા મહોત્સવ જોવા! દેવ-દેવેન્દ્રો અને મહામાનવો દ્વારા ઉજવાયેલા એ અપૂર્વ દીક્ષા મહોત્સવ જોઈ, અતિ હર્ષથી રોમાંચિત થતો હું મેરુગિરિ પર પહોંચ્યો. શાશ્વત જિનપ્રતિમાઓની ભાવભરી સ્તવના કરી હું લંકા પહોંચ્યો.'
લંકા જવાનું શું કારણ? દશરથે વચ્ચે પ્રશ્ન કર્યો. “પ્રતિવાસુદેવની સમૃદ્ધ લંકાને જોવા અને પ્રતિવાસુદેવ રાવણની રાજ્યપદ્ધતિનો અભ્યાસ કરવા. લંકામાં જઈ સર્વપ્રથમ શાંતિનાથ ભગવાનના દર્શન કર્યા અને પહોંચ્યો રાવણની રાજસભામાં. ત્યાં શું સાંભળવા ગયો હતો અને શું સાંભળ્યું! એવું સાંભળવા મળ્યું કે દોડતા મારે અહીં આવવું પડ્યું..”
એવું તે શું સાંભળ્યું?' દશરથની જિજ્ઞાસા વધી ગઈ. રાવણની સભામાં એક વિચક્ષણ નૈમિત્તિક દૂર દેશથી આવેલો હતો.
For Private And Personal Use Only