________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧. દશરથ શ્રી રામચંદ્રજીના પૂર્વજોનો ઇતિહાસ પણ એટલો જ પ્રતાપી અને પ્રભાવશાળી છે જેટલો શ્રી રામચંદ્રજીનો. અયોધ્યાના રાજસિંહાસન પર સિંદરથ, બ્રહ્મરથ, ચતુર્મુખ, હેમરથ, શતરથ, ઉદરપૃથુ, વારિસ્થ, ઇન્દુરથ, પંજસ્થલ, કકુસ્થલ, રઘુ વગેરે અનેકાનેક રાજાઓ આરૂઢ થયા, પરંતુ જીવનની ઉત્તરાવસ્થામાં તેમણે રાજ્યનો ત્યાગ કરી ભગવાન ઋષભદેવથી ચાલ્યા આવતા નિવૃત્તિમાર્ગનું અનુસરણ કર્યું. ચારિત્રનું સુંદર પાલન કરી કોઈ ગયા મોક્ષમાં, કોઈ ગયા સ્વર્ગમાં.
અયોધ્યાપતિ રાજા “અનરણ્ય'ની પટરાણી પૃથ્વીદેવીએ બે પુત્રોને જન્મ આપ્યો. એકનું નામ પાડવામાં આવ્યું અનાથ અને બીજાનું નામ દશરથ.
માહિષ્મતી નગરના રાજા સહસ્ત્રકિરણ અને અનરણ્ય વચ્ચે મિત્રતાની ગાંઠ બંધાઈ હતી. બંને કૃતસંકલ્પ હતા કે બંનેએ સાથે જ સંસારનો ત્યાગ કરવો.
રેવાના તટ પર રાવણને હાથે પરાજિત થયા પછી સહસ્ત્રકિરણે પોતાના પિતા મુનિનાં ચરણોમાં જીવન સમપર્ણ કર્યું. તેની સાથે અનરણ્ય પણ અયોધ્યાના સિંહાસન પર લઘુપુત્ર દશરથનો રાજ્યાભિષેક કરી, ચારિત્ર સ્વીકાર્યું. મોટા પુત્ર અનંતરથે પિતાનો પંથ પસંદ કર્યો.
બાળરાજા દશરથનું પુણ્યબળ પ્રકૃષ્ટ હતું. વયવૃદ્ધિની સાથે પરાક્રમવૃદ્ધિ થવા લાગી. સૌન્દર્યવિકાસની સાથે ગુણવિકાસ થવા લાગ્યો. પૃથ્વીદેવી પુત્રના સર્વાગી વિકાસનું નિરંતર ધ્યાન રાખતી હતી.
ભગવંત ઋષભદેવના અહિંસામૂલક ધર્મની સદૈવ આરાધના કરતો દશરથ દાન દેવામાં દક્ષ બન્યો. શીલસદાચારમાં દઢ બન્યો. શસ્ત્ર અને શાસ્ત્રમાં નિપુણ બન્યો. પ્રજાજનોનો પ્રીતિપાત્ર બન્યો.
માતા પ્રીદેવીએ દશરથ માટે દભ્રસ્થલ નગરની રાજ કન્યા “અપરાજિતા' પસંદ કરી અને શુભ મુહૂર્ત અપરાજિતા સાથે દશરથનું લગ્ન થઈ ગયું.
યુવાન અયોધ્યાપતિની કીર્તિ સ્વદેશ-પરદેશમાં ફેલાવા લાગી, કમલપુરની રાજપુત્રી સુમિત્રા માટે પણ માગું આવ્યું. પૃથ્વીદેવીએ સ્વીકાર્યું અને સુમિત્રા પણ દશરથની રાણી બની અને ત્રીજી રાણી બની સુપ્રભા.
દેવરાજ ઇન્દ્રની જેમ દશરથ પોતાની નવોઢા પત્નીઓ સાથે યથેચ્છ વૈષયિક સુખ ભોગવવા લાગ્યો. પરંતુ એમાં એટલો આસક્ત ન બન્યો કે જેથી ધર્મસાધનામાં
For Private And Personal Use Only